ગીર સોમનાથ, 13 જુલાઈ (હિ.સ.) શ્રાવણ મહોત્સવ 2025 માં રાષ્ટ્ર ભરના ખ્યાતનામ કલાકારો દ્વારા ભારતીય પરંપરાના ઉત્કૃષ્ટ નૃત્ય કલા સ્વરૂપો સોમનાથ મહાદેવના સાનિધ્યમાં પ્રસ્તુત કરી કલા આરાધના કરવામાં આવશે. શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા નવા પ્રકલ્પમાં ભારત સરકારના ઈન્દિરા ગાંધી નેશનલ સેન્ટર ફોર ધ આર્ટ્સ (IGNCA) અને ગુજરાત ટુરિઝમ સાથે મળીને વંદે સોમનાથ કાર્યક્રમનું આયોજન 14મી જુલાઈ, 2025થી શરૂ કરવામાં આવી રહ્યું છે.
આ સાંસ્કૃતિક કાર્યક્રમોનો હેતુ ભારતના ભવ્ય સાંસ્કૃતિક વારસાને ઉજાગર કરવાનો અને નટરાજ દેવાધિદેવ મહાદેવના ચરણોમાં કલા રૂપી પુષ્પ અર્પણ કરવાનો છે. તેમજ સોમનાથ દાદાના દર્શને આવતા શ્રદ્ધાળુઓ તથા પ્રવાસીઓને ભારતીય નૃત્ય કળાના વિવિધ સ્વરૂપોથી પરિચિત થાય અને પારંપરિક ભારતીય કલાની સેવા કરતા કલાકારોને ઉત્તમ મંચ પ્રદાન થાય તે સુનિશ્ચિત કરવામાં આવ્યું છે. શક સંવત અનુસાર શ્રાવણાના 2 સોમવાર અને વિક્રમ સંવત અનુસાર શ્રાવણના 4 સોમવાર મળી તા.14 જુલાઈ થી 18 ઓગસ્ટ સુધી દરેક સોમવારે સોમનાથ મહાદેવના સાનિધ્યમાં ઉચ્ચ સ્તરીય કલાકારો પોતાની કલા દ્વારા મહાદેવને પ્રસન્ન કરવા અનોખી આરાધના કરશે.જેમાં પ્રથમ મણકા સ્વરૂપે તા.14/07/2025ની સાંજે શ્રી સોમનાથ મંદિર ચોપાટી ગ્રાઉન્ડ ખાતે વંદે સોમનાથ કાર્યક્રમનો જાજરમાન પ્રારંભ કરવામાં આવશે. જે સહિત સમગ્ર આયોજનની સૂચિ નીચે મુજબ છે.
૧૪ જુલાઈ
શ્રી પવિત્રા ભાટ અને ટીમ
ભરતનાટ્યમ્
શ્રી કદમ પરીખ અને ટીમ
કથક
ધ્રુબા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડાન્સ ફાઉન્ડેશન
ભરતનાટ્યમ્
૨૧ જુલાઈ
શ્રી અમીરા પટનકર અને ટીમ
કથક
શ્રી રીમા શ્રીકાંત અને ટીમ
ભરતનાટ્યમ્
શ્રીમતી સોનલ પર્ફોમીંગ આર્ટસ્
હુડો
૨૮ જુલાઈ
શ્રી આનંદ સચીદાનંદ અને ટીમ
ભરતનાટ્યમ્
શ્રી લીના માલકર અને ટીમ
કથક
ડો. પારૂલ શાહ અને ટીમ
ભરતનાટ્યમ્
૪ ઓગસ્ટ
શ્રી ક્રીષ્નેન્દુ સાહા અને ટીમ
ઓડીસી
શ્રી અરૂંધતી પટવર્ધન અને ટીમ
ભરતનાટ્યમ્
શ્રી રામચન્દ્ર પુલવર અને ટીમ
શેડો પપેટ્રી
શ્રી સ્મીથા શાસ્ત્રી અને ટીમ
કુચીપુડી
૧૧ ઓગસ્ટ
શ્રી વિષ્નુપ્રીયા મારર
મોહિનીઅટ્ટમ્
શ્રી સુબ્રતા ત્રીપાઠી અને ટીમ
ઓડીસી
એસપીએ ઈન્સ્ટિટ્યુટ ઓફ ડાન્સ
ટીપ્પણી નૃત્ય
ડો. ધ્યુતી પંડ્યા, તત્વ ડાન્સ એકેડમી
કથક
૧૮ ઓગસ્ટ
શ્રી લીપ્સા સથપથી અને ટીમ
ઓડીસી
શ્રી મધુમીતા રોય ચૌધરી અને ટીમ
કથક
નિત્યમ - એકેડમી ઓફ ભરતનાટ્યમ્
ભરતનાટ્યમ્
કદંબ સેન્ટર ફોર ડાન્સ
કથક
ત્યારે શ્રાવણ 2025માં સોમનાથ દાદાના દર્શને આવનાર ભક્તોને ભારતીય પરંપરાના સાહિત્ય, સંગીત અને નૃત્યને માણવાનો એક અનોખો અવસર મળશે. વંદે સોમનાથ માત્ર સાંસ્કૃતિક કાર્યક્રમ નહીં, પરંતુ ભારતના આધ્યાત્મિક અને નૈતિક મૂલ્યોને વિશ્વ સમક્ષ રજૂ કરવાનો મંચ બનીને પ્રસ્તુત થશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ