કસ્તુરબા બાલિકા વિદ્યાલય અરણેજ મુકામે વન મહોત્સ ની ઉજવણી કરાઈ.
ગીર સોમનાથ, 13 જુલાઈ (હિ.સ.) તાલુકા કાનૂની સેવા સમિતિ કોડીનાર દ્વારા અરણેજ ગામમાં આવેલ કસ્તુરબા બાલિકા વિદ્યાલયમાં બાળાઓ ને વન મહોત્સવ ના ભાગ રૂપે વન મહોત્સવનો મુખ્ય ઉદ્દેશ વન સંરક્ષણ અને વૃક્ષારોપણ પ્રવૃત્તિને પ્રોત્સાહન આપવાનો છે. વૃક્ષારોપણની જરૂ
કસ્તુરબા બાલિકા વિદ્યાલય અરણેજ મુકામે વન મહોત્સ ની ઉજવણી કરાઈ.


ગીર સોમનાથ, 13 જુલાઈ (હિ.સ.) તાલુકા કાનૂની સેવા સમિતિ કોડીનાર દ્વારા અરણેજ ગામમાં આવેલ કસ્તુરબા બાલિકા વિદ્યાલયમાં બાળાઓ ને વન મહોત્સવ ના ભાગ રૂપે વન મહોત્સવનો મુખ્ય ઉદ્દેશ વન સંરક્ષણ અને વૃક્ષારોપણ પ્રવૃત્તિને પ્રોત્સાહન આપવાનો છે.

વૃક્ષારોપણની જરૂરિયાત અને રાષ્ટ્રીય સ્તરે વૃક્ષારોપણના પ્રયાસોની આવશ્યકતા અંગે સૌપ્રથમ રાષ્ટ્રીય જાગૃતિ જુલાઈ ૧૯૪૭માં દિલ્હીમાં વૃક્ષારોપણના સફળ અભિયાન સાથે આવી હતી. વર્તમાનમાં સમગ્ર દેશમાં આ પ્રકારનું અભિયાન ચલાવવામાં આવે છે. આ દિવસે શૈક્ષણિક સંસ્થાઓ વૃક્ષારોપણ, જાગૃતિ યાત્રા, વૃતચિત્રોનું પ્રદર્શન વગેરે જેવા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરે છે. સરકારી અને સંબંધિત ખાનગી સંસ્થાઓ દ્વારા પણ આવી જ પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવે છે. અન્ય પ્રવૃત્તિઓમાં પ્રદર્શનો, સેમિનાર, નાગરિકોને નિઃશુલ્ક છોડનું વિતરણ વગેરેનો સમાવેશ થાય.તેમ સમજાવ્યું.લીગલ સેક્રેટરી અશ્વિન ચૌહાણ અને અંકિતા ડોડિયાના માર્ગદર્શન હેઠળ આ તકે પીએલવી પ્રકાશ જે મકવાણા , સોસા ભુમિકા વી,તેમજ વોર્ડન કમ હેડ ટીચર પરમાર રંજનબેન એન. સહાયક વોર્ડન કંચનબેન વાળા , બાળાઓ હાજર રહ્યા હતા.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande