સુત્રાપાડામાં ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી સુત્રાપાડા તથા મહાદેવ ખલાસી એશોસિએશન સુત્રાપાડા બંદર દ્રારા આયોજીત થેલેસેમિયા બાળકો ના લાભાર્થી રક્તદાન કેમ્પ
ગીર સોમનાથ, 13 જુલાઈ (હિ.સ.) સુત્રાપાડા માં ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી સુત્રાપાડા તથા મહાદેવ ખલાસી એશોસિએશન સુત્રાપાડા બંદર દ્રારા આયોજીત થેલેસેમિયા બાળકો ના લાભાર્થી રક્તદાન કેમ્પ નો આરંભ સુત્રાપાડા ના વતની અને રાજ્ય ના પૂર્વ કેબિનેટ મંત્રી જશાભાઈ
સુત્રાપાડામાં ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી સુત્રાપાડા તથા મહાદેવ ખલાસી એશોસિએશન સુત્રાપાડા બંદર દ્રારા આયોજીત થેલેસેમિયા બાળકો ના લાભાર્થી રક્તદાન કેમ્પ


ગીર સોમનાથ, 13 જુલાઈ (હિ.સ.) સુત્રાપાડા માં ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી સુત્રાપાડા તથા મહાદેવ ખલાસી એશોસિએશન સુત્રાપાડા બંદર દ્રારા આયોજીત થેલેસેમિયા બાળકો ના લાભાર્થી રક્તદાન કેમ્પ નો આરંભ સુત્રાપાડા ના વતની અને રાજ્ય ના પૂર્વ કેબિનેટ મંત્રી જશાભાઈ બારડ ની વિશેષ ઉપસ્થિત માં થયો,......

ઇંડિયન રેડ ક્રોસ સોસાયટી સુત્રાપાડા અને સુત્રાપાડા બંદર દ્વારા યોજાયેલ બ્લડ ડોનેશન કેમ્પ ,રક્ત દાન એ મહાદાન ના સૂત્ર ને સાર્થક કરવા આજરોજ પૂર્વ કેબિનેટ મંત્રી જશાભાઈ બારડ ની પ્રેરક ઉપસ્થિતિ માં ઇંડિયન રેડક્રોસ સોસાયટી અને મહાદેવ ખલાસી એસોશિએશન સુત્રાપાડા બંદર દ્વારા સુત્રાપાડા બંદર વિસ્તારમાં બ્લડ ડોનેશન કેમ્પ નું આયોજન કરવામાં આવેલ.

થેલેસેમિયા એ રક્ત ને લગતી ગંભીર બીમારી છે જેમાં દર્દીને વારંવાર લોહી ચડાવવું પડતું હોય છે અને જો તેને સમયસર લોહી ના મળે તો તેઓના જીવન ને ખતરો થઈ શકે છે. આટલા પ્રમાણમા લોહી ને પહોચી વળવા તેમજ થેલેસેમિયા ના દર્દીઓને સમયસર પૂરતું લોહી મળી રહે તેવા હેતુથી આજરોજ સુત્રાપાડા બંદર વિસ્તારમાં બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવેલ. આ બ્લડ ડોનેશન કેમ્પમાં 100 થી વધુ યુનિટ બ્લડ એકત્રિત કરવામાં આવેલ આ તમામ યુનિટ થેલેસેમિયા ના દર્દીઓને આપવામાં આવશે અને તેઓનું અમૂલ્ય જીવન બચાવવામાં સહાયરૂપ બનશે

થેલેસેમિયા ના દર્દીઓને સહાયરૂપ થવાના ઉદ્દેશ્યથી આયોજિત કરવામાં આવેલ આ બ્લડ ડોનેશન કેમ્પમાં પૂર્વ મંત્રી જશાભાઈ બારડ સાથે ઉપસરપંચ નરેશભાઇ બારૈયા, મહાદેવ ખલાસી એસોશિએશન ના પ્રમુખ સુરેશભાઇ વંશ, મહેશભાઇ સોલંકી, લાલજીભાઇ કોટવાડિયા, ડો ખેવનાબેન અને તેમની ટિમ તેમજ અન્ય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

રક્તદાતાઑ ને સર્ટિફિકેટ અને આકર્ષણ ભેટ જશાભાઈ બારડ ના હસ્તે આપવામાં આવિયું હતું પૂર્વ કેબિમેટ મંત્રી જશાભાઈ બારડ દ્રારા પુત્ર સ્વ. ડૉ. ભરતભાઈ બારડ ના સ્મણાર્થે દર વર્ષે મેગા સેર્વરોગ નિદાન કેમ્પ , હદયરોગ કેમ્પ ,બ્લડ ડોનેસન કેમ્પ ,આખોના કેમ્પ નું ભવ્ય આયોજન ર્ડો. ભરતભાઈ બારડ શૈક્ષણિક સંકુલ સુત્રાપાડા માં કરવામાં આવે છે

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande