ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા મૂકામે મહા રક્તદાન કેમ્પનું આયોજન
ગીર સોમનાથ, 13 જુલાઈ (હિ.સ.) ગયા વર્ષની જેમ આ વર્ષે પણ સુત્રાપાડા મુકામે મહાદેવ ખલાસી એસોસિએશન ના ઉપક્રમે ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી જિલ્લા શાખાના સહયોગથી થેલેસેમિયા બાળકોના લાભાર્થે મહા રક્તદાન કેમ્પનું આયોજન થયેલ હોય જેમાં બહોળી સંખ્યામાં જોડાઈ અને
રક્તદાન કેમ્પનું આયોજન


ગીર સોમનાથ, 13 જુલાઈ (હિ.સ.) ગયા વર્ષની જેમ આ વર્ષે પણ સુત્રાપાડા મુકામે મહાદેવ ખલાસી એસોસિએશન ના ઉપક્રમે ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી જિલ્લા શાખાના સહયોગથી થેલેસેમિયા બાળકોના લાભાર્થે મહા રક્તદાન કેમ્પનું આયોજન થયેલ હોય જેમાં બહોળી સંખ્યામાં જોડાઈ અને રક્તદાન મહાદાનની પંક્તિને સાર્થક કરવા રક્તદાતાઓને અપીલ કરવામાં આવી છે..

તારીખ: 13/07/2025 ને રવિવાર સમય સવારે 9:00 કલાક થી

સ્થળ સમસ્ત કોળી સમાજની વાડી, સુત્રાપાડા જિલ્લો ગીર સોમનાથ

ઉપરોક્ત કેમ્પમાં ગીર સોમનાથ જિલ્લા શાખાના ચેરમેન અતુલભાઇ કાનાબાર, ચેરમેન એમીરેટસ્ કિરીટભાઈ ઉનડકટ, ઓન.સેક્રેટરી ગીરીશભાઈ ઠક્કર તેમજ સેન્ટરના મેડીકલ ઓફીસર ડૉ.ખેવનાબેનના માર્ગદર્શન હેઠળ બ્લડ સેન્ટરની સ્ટાફ ટીમ સાથે સૌ સભ્યો સેવા માટે ઉપસ્થિત રહેશે .

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande