ગીર સોમનાથ 13 જુલાઈ (હિ.સ.) ઉના શહેરમાં આવેલ મસુદ્રી નદી ઉપર વર્ષો જુનો જર્જરીત બનેલ પૂલ બિસ્માર હોવાને કારણે પુલ પરથી પસાર થતા વાહન પર પ્રતિબંધ મુકાયો છે. મસુદ્રી નદી પુલ ઉપરથી 12 વ્યક્તિથી વધુ મુસાફરી ભરી પ્રસાર થતાં વાહનો તેમ જ 7500કિલો ગ્રામથી વધુ વજન સક્ષમતા ધરાવતા તમામ વાહનો આ પુલ ઉપરથી પ્રસાર નહીં કરવા પ્રતિબંધ મૂકી દેવાયો છે. મસુદ્રી પૂલના વૈકલ્પ રૂટ તરીકે ઉના ભાવનગર રોડ રોકડિયા હનુમાન મંદિરથી ઉના શાસક વડ રોડ કંસારી ચોકડી બાયપાસ થઈને તપોવન બ્રિજ થી ઊના શહેરમાં પસાર થવા જણાવવામાં આવ્યું હતું.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ