ગીર સોમનાથ, 13 જુલાઈ (હિ.સ.) વેરાવળ શહેરની હરસિધ્ધિ સોસાયટીને અડીને આવેલ જંગલેશ્વર વિસ્તાર જે રેલ્વેનાં પાટાની બાજુમાં આશરે ૧૮ થી ૨૦ પરિવારના લોકો રહે છે આ વિસ્તાર વેરાવળ શહેરની વચ્ચોવચ્ચ આવેલ વિસ્તાર છે. આ વિસ્તારમાં વિજ પાવર અવની ફીડર (JGY) ગ્રામ્યમાંથી આપવામાં આવે છે જેને કારણે ચોમાસામાં અને અવાર-નવાર લાઈટ ટ્રીપ મારી જતી હતી અને લોકોને હાલાકી ભોગવવી પડે છે જેથી હરસિધ્ધિ સોસાયટીને અડીને આવેલ જંગલેશ્વર વિસ્તાર અવની ફીડર (JGY) ગ્રામ્યમાં વિજ પાવર આપવામાં આવે છે તેમાંથી મુક્ત કરી વેરાવળ હરસિદ્ધિ અર્બન ફીડરમાંથી વિજ પાવર આપવામાં આવે તેવી જંગલેશ્વર સોસાયટીના લોકો એ માનસિંહભાઈ પરમારને રજૂઆત કરી હતી તેના અનુસંધાને માનસિંહભાઈ પરમાર એ વેરાવળ કાર્યપાલ ઈજનેર સાહેબને રજૂઆત કરી 10 દિવસમાં પ્રશ્નનું નિરાકરણ લાવી હરસિદ્ધિ સોસાયટી માં આવતા અર્બન પાવરમાં જોડી આપ્યું હતું જેનાથી રહીશો એ ખુશીની લાગણી વ્યક્ત કરવાની સાથે માનસિંહભાઈ પરમારનો આભાર વ્યક્ત કર્યો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ