ભારતમાલા રોડનું રિપેરિંગ અધિકારીઓના નિરીક્ષણ બાદ તાત્કાલિક કાર્યવાહીનુ આશ્વાસન
પાટણ, 13 જુલાઈ (હિ.સ.) : સાંતલપુર તાલુકામાંથી પસાર થતા ભારતમાલા રોડ તૂટી પડવાની ઘટનાને લઈને આજે ઉચ્ચ અધિકારીઓએ સ્થળ પર પહોંચી નિરીક્ષણ કર્યું હતું. રસ્તાની ખરાબ હાલતથી સ્થાનિક લોકોએ તંત્ર સામે ઉગ્ર નારાજગી વ્યક્ત કરી હતી. દિલ્હીથી ખાસ આવેલા ભારતમાલા
ભારતમાલા  રોડનું રિપેરિંગ અધિકારીઓના નિરીક્ષણ બાદ તાત્કાલિક કાર્યવાહીનો આશ્વાસન


પાટણ, 13 જુલાઈ (હિ.સ.) : સાંતલપુર તાલુકામાંથી પસાર થતા ભારતમાલા રોડ તૂટી પડવાની ઘટનાને લઈને આજે ઉચ્ચ અધિકારીઓએ સ્થળ પર પહોંચી નિરીક્ષણ કર્યું હતું. રસ્તાની ખરાબ હાલતથી સ્થાનિક લોકોએ તંત્ર સામે ઉગ્ર નારાજગી વ્યક્ત કરી હતી. દિલ્હીથી ખાસ આવેલા ભારતમાલા પ્રોજેક્ટના ડાયરેક્ટર વૈકટ રમન સાથે પાટણ જિલ્લાના કલેક્ટર તથા અન્ય અધિકારીઓએ તૂટેલા રોડનું ઝીણવટભર્યું અવલોકન કર્યું હતું.

અધિકારીઓએ તૂટેલા રોડના વિવિધ સ્થળોએથી ગુણવત્તા ચકાસણી માટેના સેમ્પલ્સ એકત્રિત કર્યા હતા. વૈકટ રમને જણાવ્યું કે આ સેમ્પલનું પરીક્ષણ વૈજ્ઞાનિક પદ્ધતિથી કરવામાં આવશે અને જો તેમાં કોઈ ગેરરીતિ જણાશે તો જવાબદાર કોન્ટ્રાક્ટર વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે.

તંત્રે લોકોને આશ્વાસન આપ્યું છે કે તૂટેલા રોડનું રિપેરિંગ તાત્કાલિક શરૂ કરવામાં આવશે અને આગામી 15 દિવસમાં સમગ્ર માર્ગ વ્યવસ્થાને પુનઃ સ્થાપિત કરવામાં આવશે. આ ઘટનાએ સરકારી પ્રોજેક્ટ્સની ગુણવત્તા અને દેખરેખ અંગે ગંભીર પ્રશ્નો ઊભા કર્યા છે, જેને લઈને તંત્રે સઘન તપાસ અને જવાબદારો સામે કડક પગલાં લેવાની ખાતરી આપી છે.

હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર


 rajesh pande