આંગણવાડી બાળકોના સર્વાંગી વિકાસના પાયા સમાન: કચ્છમાં 15 કેન્દ્રનું લોકાર્પણ
ભુજ-કચ્છ, 13 જુલાઈ (હિ.સ.) : જિલ્લામાં સંકલિત બાળ વિકાસ યોજના અંતર્ગત વિવિધ ગામોમાં નવનિર્મિત 15 આંગણવાડી કેન્દ્રનું લોકાર્પણ કરાયું હતું. આંગણવાડી કેન્દ્રો બાળકોના સર્વાંગી વિકાસ માટે ઉપયોગી થતા હોય છે. બાળકોને પોષણયુક્ત આહારની યોગ્ય શરૂઆત પણ અહીં
કચ્છમાં ૧૫ આંગણવાડી કેન્દ્રનું લોકાર્પણ


ભુજ-કચ્છ, 13 જુલાઈ (હિ.સ.) : જિલ્લામાં સંકલિત બાળ વિકાસ યોજના અંતર્ગત વિવિધ ગામોમાં નવનિર્મિત 15 આંગણવાડી કેન્દ્રનું લોકાર્પણ કરાયું હતું. આંગણવાડી કેન્દ્રો બાળકોના સર્વાંગી વિકાસ માટે ઉપયોગી થતા હોય છે. બાળકોને પોષણયુક્ત આહારની યોગ્ય શરૂઆત પણ અહીં થતી હોય છે.

વિવિધ યોજનાનું અમલીકરણ આંગણવાડી કેન્દ્રો મારફતે

કચ્છમાં જિલ્લા પ્રોગ્રામ ઓફિસરનાં માર્ગદર્શન હેઠળ અંજાર તાલુકામાં ખેડોઈ, કોટડા, નવાગામ, ટપ્પર તથા અબડાસા તાલુકામાં બેરા, કોઠારા, વિંઝાણ, મોથાળા, કરોડિયા, ઐડા ખાતે આંગણવાડીનું લોકાર્પણ કરાયું હતું. આંગણવાડી કેન્દ્રો બાળકોના સર્વાંગી વિકાસ માટેનું મજબૂત પાયાનું કેન્દ્ર છે તથા સંકલિત બાળ વિકાસ યોજના અંતર્ગત બાળકો, સગર્ભા તથા ધાત્રી માતાઓ માટે વિવિધ યોજનાનું અમલીકરણ આંગણવાડી કેન્દ્રો મારફતે કરાઈ રહ્યું છે.

ગ્રામજનો, માતાઓમાં પણ ઉત્સાહ

સગવડભર્યું આંગણવાડી કેન્દ્ર નજીક જ મળતાં ગ્રામજનો, માતાઓ તથા બાળકોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો. ઉદ્ઘાટન પ્રસંગે નવાગામ-3 આંગણવાડી માટે જમીન ફાળવણી કરેલા દાતાનું સન્માન કરાયું હતું. ઘટકના સીડીપીઓ સંબંધિત ગામના સરપંચો, અગ્રણીઓ, આઈસીડીએસ સ્ટાફ તથા ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

હિન્દુસ્થાન સમાચાર / BHAVIN K VORA


 rajesh pande