કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાની વિશેષ ઉપસ્થિતિમાં ગાંધીનગરમાં ફિટ 'ઇન્ડિયા સન્ડે ઓન સાયકલ'નું આયોજન કરાયું
ગાંધીનગર, 13 જુલાઈ (હિ.સ.) : ફિટ ઇન્ડિયા સન્ડે ઓન સાયકલ, ૩૧માં પડાવની રવિવારે સવારે દેશભરમાં સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કેન્દ્રીય યુવા અને રમતગમત મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ ગુજરાતના ગાંધીનગરમાં ૫૦૦ થી વધુ સહભાગીઓના જૂથનું નેતૃત્વ
ગાંધીનગર ખાતે સાયકલ રેલી યોજાઈ


ગાંધીનગર ખાતે સાયકલ રેલી યોજાઈ


ગાંધીનગર ખાતે સાયકલ રેલી યોજાઈ


ગાંધીનગર ખાતે સાયકલ રેલી યોજાઈ


ગાંધીનગર, 13 જુલાઈ (હિ.સ.) : ફિટ ઇન્ડિયા સન્ડે ઓન સાયકલ, ૩૧માં પડાવની રવિવારે સવારે દેશભરમાં સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કેન્દ્રીય યુવા અને રમતગમત મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ ગુજરાતના ગાંધીનગરમાં ૫૦૦ થી વધુ સહભાગીઓના જૂથનું નેતૃત્વ કર્યું હતું.

આ અઠવાડિયે જાહેર ક્ષેત્રના ઉપક્રમો (PSUs) સાથે ભાગીદારીમાં આયોજિત, સમગ્ર ભારતમાં સાયકલ ચલાવવાની ઝુંબેશમાં દેશભરના ૭૦૦૦ થી વધુ સ્થળોએથી ઉજવણી કરવામાં આવી હતી ‌ જે ફિટનેસ કા ડોઝ, આધા ઘંટા રોજ ના સંદેશને મજબૂત બનાવે છે. જેમાં ૩૦૦૦ 'નમો ફિટ ઇન્ડિયા સાયકલિંગ ક્લબ'ના સભ્યોએ ભાગ લીધો હતો.

ગુજરાતમાં ડૉ. માંડવિયાએ આ કાર્યક્રમ અંતર્ગત જણાવ્યું હતું કે,ફિટ ઇન્ડિયા 'સન્ડે ઓન સાયકલ' હવે એક શક્તિશાળી રાષ્ટ્રવ્યાપી પહેલ બની ગઈ છે, જે પ્રધાનમંત્રી

નરેન્દ્ર મોદીના ફિટ ઇન્ડિયા મિશનને સંપૂર્ણ શક્તિથી આગળ ધપાવી રહી છે. આ ખરેખર એક એવી શ્રેણી બની ગઈ છે જે ફક્ત ફિટનેસ વિશે જ નહીં પરંતુ રાષ્ટ્રીય પરિવર્તન વિશે પણ છે. ૭૦૦૦ થી વધુ સ્થળોએ, આપણા યુવાનોએ આ કાર્યક્રમમાં સક્રિયપણે ભાગ લીધો છે,

ગાંધીનગર કાર્યક્રમને SAI ગાંધીનગર ખાતે અર્જુન એવોર્ડ વિજેતા અને પેરા પાવરલિફ્ટિંગ ચીફ કોચ, રાજિન્દર સિંહ રાહેલુ દ્વારા લીલી ઝંડી આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ધારાસભ્યો, મેયર, ડેપ્યુટી મેયર, જિલ્લા કલેક્ટર અને પોલીસ અધિક્ષક સહિત સ્થાનિક મહાનુભાવોએ પણ ઉપસ્થિત રહ્યા હતા.

આ કાર્યક્રમમાં ભાગ લેનારાઓ મહાનુભાવો માં ONGC, HPCL, ગુજરાત મેટ્રો, NPCC, WAPCOS, LIC, BSNL, સેન્ટ્રલ PSU, ગુજરાત રાજ્ય PSU, અને NSS, NYKS અને સાયકલિંગ ક્લબ જેવા અગ્રણી PSU ના લોકોનો પણ સમાવેશ થતો હતો.

આ સાથે જ ડૉ. માંડવિયાએ ભારતીય યુવા મહિલા હેન્ડબોલ ટીમ સાથે પણ વાતચીત કરી, જે હાલમાં SAI NCOE ગાંધીનગર ખાતે તેમના રાષ્ટ્રીય કોચિંગ કેમ્પમાંથી ટ્રેનિંગ લઈ રહી છે.

હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ


 rajesh pande