પોરબંદર જિલ્લામાં આવેલા વિવિધ પુલોની ચકાસણીની કાર્યવાહી હાથ ધરાઈ
પોરબંદર, 13 જુલાઈ (હિ.સ.) : તાજેતરમાં વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના મુજપુર ગામે મહીસાગર નદી ઉપરનો પુલ તુટી જવાની દુર્ઘટના બનવા પામી છે. ત્યારે પોરબંદર જિલ્લામાં આવેલા બ્રીજ તેમજ પૂલ અંગે ખરાઇ કરવા જિલ્લા કલેકટર એસ. ડી ધાનાણી દ્વારા સૂચના આપવામાં આ
પોરબંદર જિલ્લામાં આવેલા વિવિધ પુલોની ચકાસણીની કાર્યવાહી હાથ ધરાઈ.


પોરબંદર જિલ્લામાં આવેલા વિવિધ પુલોની ચકાસણીની કાર્યવાહી હાથ ધરાઈ.


પોરબંદર જિલ્લામાં આવેલા વિવિધ પુલોની ચકાસણીની કાર્યવાહી હાથ ધરાઈ.


પોરબંદર જિલ્લામાં આવેલા વિવિધ પુલોની ચકાસણીની કાર્યવાહી હાથ ધરાઈ.


પોરબંદર, 13 જુલાઈ (હિ.સ.) : તાજેતરમાં વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના મુજપુર ગામે મહીસાગર નદી ઉપરનો પુલ તુટી જવાની દુર્ઘટના બનવા પામી છે. ત્યારે પોરબંદર જિલ્લામાં આવેલા બ્રીજ તેમજ પૂલ અંગે ખરાઇ કરવા જિલ્લા કલેકટર એસ. ડી ધાનાણી દ્વારા સૂચના

આપવામાં આવી છે.પોરબંદર જિલ્લામાં સલામતી અને સાવચેતીના ભાગરૂપે તથા હાલ ચાલી રહેલ વર્ષાઋતુના અનુસંધાને અને આવનાર સમયમાં નદીઓમાં પાણીનો પ્રવાહ વધવાની સંભાવના ધ્યાને લેતા જિલ્લાના અવર-જવર માટેના તમામ બ્રિજ, પુલોની ચકાસણી કરવી જરૂરી જણાય છે. આથી જિલ્લાના તમામ બ્રીજ કે પૂલો જર્જરીત કે ભયજનક સ્થિતીમાં છે કે કેમ ? તેનો ટેકનીકલ સર્વે કે મરામત કરવા અને જોખમી બ્રીજ તેમજ પૂલો પરના વાહન વ્યવહારને અવર-જવર માટે વૈકલ્પીક વ્યવસ્થા કરવા તેમજ ખાસ તકેદારી રાખવા જિલ્લા કલેકટર દ્વારા સંબંધીત વિભાગને સૂચના આપવામાં આવી છે.આજે જિલ્લા કલેકટરએ માર્ગ મકાન વિભાગના ઇજનેર અને જીએમબી અધિકારીઓને સાથે રાખીને લકડી બંદર પુલની સ્થિતિની ચકાસણી અર્થે મુલાકાત કરવામાં આવી હતી અને વાહન નિયંત્રણ માટે જાહેરનામું બહાર પાડવા જરૂરી કાર્યવાહી કરવા માટેની ચૂચના આપી હતી. અને આ સાથે કલેકટરએ પોરબંદરમાં આવેલા પુલોની ચકાસણી અર્થે મુલાકાત કરી હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas pravinbhai dholariya


 rajesh pande