કેશોદ કર્મશીલ ગ્રુપ, વ્યાપારી વિકાસ મહામંડળ તથા લોહાણા મહાજનના સંયુક્ત ક્રમે, કેશોદના દરેક સમાજ તથા સંસ્થાઓ દ્વારા ઠક્કર સાહેબને સન્માનિત કરવામાં આવ્યા
જૂનાગઢ 13 જુલાઈ (હિ.સ.) કેશોદના ડી. વાય. એસ. પી. બી.સી. ઠક્કર સાહેબ ને S.P. તરીકે પ્રમોશન મળતા આજરોજ કેશોદના લોહાણા સુંદર વાડી ખાતે કર્મશીલ ગ્રુપ, વ્યાપારી વિકાસ મહામંડળ તથા લોહાણા મહાજન ના સંયુક્ત ઉપક્રમે સન્માન સમારોહ યોજવામાં આવ્યો હતો. S P ઠ
કેશોદ કર્મશીલ ગ્રુપ, વ્યાપારી વિકાસ મહામંડળ તથા લોહાણા મહાજનના સંયુક્ત ક્રમે, કેશોદના દરેક સમાજ તથા સંસ્થાઓ દ્વારા ઠક્કર સાહેબને સન્માનિત કરવામાં આવ્યા


જૂનાગઢ 13 જુલાઈ (હિ.સ.) કેશોદના ડી. વાય. એસ. પી. બી.સી. ઠક્કર સાહેબ ને S.P. તરીકે પ્રમોશન મળતા આજરોજ કેશોદના લોહાણા સુંદર વાડી ખાતે કર્મશીલ ગ્રુપ, વ્યાપારી વિકાસ મહામંડળ તથા લોહાણા મહાજન ના સંયુક્ત ઉપક્રમે સન્માન સમારોહ યોજવામાં આવ્યો હતો.

S P ઠક્કર સાહેબ L.L.B નો અભ્યાસ કરી પોલીસ વિભાગમાં અલગ અલગ સેવામાં જોડાયા હતા કસ્ટમ વિભાગ, રેલવે પોલીસ, pgvcl વિભાગ વગેરેમાં તેમની સુંદર કામગીરી ને કદરરૂપે કેશોદમાં ડીવાયએસપી તરીકે સેવાઓ બજાવી રહ્યા હતા તેઓને એસપી તરીકે પ્રમોશન મળતા આજરોજ કેશોદમાં અલગ અલગ સંસ્થાઓ દ્વારા તેમનું સાલ મોમેન્ટો પુષ્પગુચ્છ વગેરે દ્વારા સન્માન કરવામાં આવેલું હતું.

આ તકે કર્મશીલ ગ્રુપના એડવોકેટ ડી ડી દેવાણી ને જણાવેલ કે ઠક્કર સાહેબ સામાન્ય લોકો સાથે નજીકનો નાસ્તો ધરાવી અને ગુનેગાર સાથે કડક હાથે કામ કરે છે જેને લઈને આજે તેઓ લોકોમાં ખૂબ જ નામના અને ચાહના ધરાવે છે આ ઉપરાંત તેઓ એક પોલીસ અધિકારી હોવા છતાં અનેક સેવાકીય પ્રવૃત્તિઓ કરી રહ્યા છે.

આ સમગ્ર કાર્યક્રમ નું સંચાલત પ્રો. ભુપેન્દ્ર જોશી અને હસુ લશ્કરી દ્વારા કરવામાં આવેલ હતું.

:

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande