નવસારી મનપા Comprehensive Complaint Redressal System અનુસરીને નાગરિકોને જનસુવિધા આપી રહી છે
ગાંધીનગર, 13 જુલાઈ (હિ.સ.) : પ્રવર્તમાન ચોમાસાની ઋતુમાં રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ભારે વરસાદને કારણે અનેક રસ્તાઓ- પુલ ક્ષતિગ્રસ્ત બન્યા છે. આ રસ્તા- પુલનું તાત્કાલિક ધોરણે સમારકામ કરવા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના દિશા -દર્શનમાં માર્ગ અને મકાન વ
નવસારી મનપા


ગાંધીનગર, 13 જુલાઈ (હિ.સ.) : પ્રવર્તમાન ચોમાસાની ઋતુમાં રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ભારે વરસાદને કારણે અનેક રસ્તાઓ- પુલ ક્ષતિગ્રસ્ત બન્યા છે. આ રસ્તા- પુલનું તાત્કાલિક ધોરણે સમારકામ કરવા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના દિશા -દર્શનમાં માર્ગ અને મકાન વિભાગ, નગરપાલિકા અને મહાનગરપાલિકાઓને કડક સૂચના આપી છે. જે અનુસંધાને હાલમાં રોડ રસ્તા રિપેર, ચકાસણી તથા અન્ય ગુણવત્તાવર્ધક કામગીરીઓ રાજ્યભરમાં યુદ્ધના ધોરણે ચાલી રહી છે.

આવા જ અભિયાનના ભાગરૂપે, નવસારી મહાનગરપાલિકા દ્વારા માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના માર્ગદર્શન હેઠળ અને નવસારી મહાનગરપાલિકાના કમિશનર દેવ ચૌધરીના નેતૃત્વમાં નવસારીમાં નાગરિક સુવિધાઓના ઝડપી નિકાલ અને માર્ગ સંબંધી સમસ્યાઓના ઝડપી સમાધાન માટે મહત્વપૂર્ણ પગલાં લેવામાં આવ્યા છે. ૮ જુલાઈ ૨૦૨૫ના રોજ “CCRS – Comprehensive Complaint Redressal System” અંતર્ગત ખાસ કામગીરીનો આરંભ કરવામાં આવ્યો હતો . જે મુજબ CCRS અંતર્ગત નાગરિકોને તેમની આસપાસની રસ્તાની ખામી કે ખાડા અંગે તાત્કાલિક ફરિયાદ નોંધાવવા માટે વોટ્સએપ હેલ્પલાઇન નંબર (૮૭૯૯૨ ૨૩૦૪૬) જાહેર કરવામાં આવ્યો છે. નાગરિકો પોતાનું લોકેશન સાથેનો ફોટો મોકલી શકે છે.

આ વ્યવસ્થાના અમલ પછી, સરેરાશ રોજે ૮૦ જેટલી ફરિયાદો મળતી હોય છે. મહાનગરપાલિકા દ્વારા તેમાંના અંદાજે ૮૫% ફરિયાદો એજ દિવસે અને બાકીની ૨૪ કલાકની અંદર નિવારણ કરવામાં આવી રહી છે. વરસાદ ન હોય ત્યારે પેચ વર્કના કામ (થોડા અંશે ડામર તથા કોલ્ડ મિક્સથી) નિયમિતપણે હાથ ધરવામાં આવી રહ્યા છે જેથી ખાડાઓનો ઝડપી નિકાલ થાય અને જનતા સુરક્ષિત મુસાફરી કરી શકે. આ કામગીરી માટે વિશિષ્ટ મોબાઈલ ટીમ પણ ગઠિત કરવામાં આવી છે.

જાહેર જનતાના વોટ્સએપ દ્વારા મળતા પ્રતિસાદને વધુ કાર્યક્ષમ બનાવવા માટે, ૯ જુલાઈ ૨૦૨૫ ના રોજ NMC Connect એપમાં Road Demand Request નામની નવી ફીચર ઉમેરી છે. આ ફીચર દ્વારા નાગરિકો સરળતાથી તેમના વિસ્તારમાં રસ્તાની જરૂરિયાત કે માંગ નોંધાવી શકે છે. આ માહિતી સીધા CCRS પોર્ટલ સાથે સંકળાયેલ હોવાથી, તાત્કાલિક સમીક્ષા કરી કામગીરી શરૂ કરી શકાય છે.

નવસારી મહાનગરપાલિકા આધુનિક ટેક્નોલોજીના સહારે રીસ્પોન્સ ટાઈમ ઘટાડવા તેમજ નાગરિકોની અસુવિધા દૂર કરવા સતત પ્રયાસશીલ છે.

હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ


 rajesh pande