સુરત , 13 જુલાઈ (હિ.સ.)- સુરત
જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં ચોમાસાની ઋતુ દરમિયાન વરસાદના કારણે અનેક સ્થળે
માર્ગ ક્ષતિગ્રસ્ત બન્યાં છે. જેથી પંચાયત માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઇજનેર કે.કે.પટેલ અને પંચાયત મા.મ.પેટા વિભાગ,
ચોર્યાસીના નાયબ કાર્યપાલક ઈજનેર યોગેશકુમાર વર્મા નિગરાનીમાં
જિલ્લા પંચાયતના માર્ગ અને મકાન પેટા વિભાગ-ચોર્યાસી દ્વારા યુદ્ધના ધોરણે
તાત્કાલિક મરામત કાર્ય શરૂ કરવામાં આવ્યું છે. ચોમાસા દરમિયાન પણ લોકોના દૈનિક
પરિવહન અને વાહનવ્યવહારમાં કોઈ વિઘ્ન ન આવે તે હેતુથી તંત્ર સતત કામગીરીમાં વ્યસ્ત
છે.
તંત્ર દ્વારા વિવિધ સ્થળોએ મેટલ પેચ, બી.એસ.જી. પેચ, પેવર બ્લોક પેચ, તેમજ કોલ્ડ મીક્ષ અને સિમેન્ટ
કોંક્રિટ મટીરીયલના ઉપયોગથી રસ્તાઓની અસરકારક રીતે દુરસ્તી કરવામાં આવી રહી છે.
ખાસ કરીને ચોર્યાસી તાલુકાના વકતાણા હળપતીવાસ રોડ પર આજ રોજ પેચ વર્ક સફળતાપૂર્વક
પૂર્ણ કરાયો છે.
આ કામગીરીથી ગામલોકો અને આસપાસના
શહેરી વિસ્તારોના વાહનચાલકો માટે પરિવહન વ્યવસ્થામાં સુગમતા આવી છે. તંત્રએ સ્પષ્ટ
કર્યું છે કે ટૂંક સમયમાં જે જગ્યાઓએ રસ્તાઓ હજુ ક્ષતિગ્રસ્ત છે ત્યાં પણ કાર્ય
હાથ ધરાશે અને બાકી રહેલી મરામત કામગીરી તાત્કાલિક પૂર્ણ કરવામાં આવશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે