મહિલા કોલેજના પ્રાચાર્ય ડો. અનુપમ નાગરે બિહારની કોલેજનું પરીક્ષણ કર્યું
પોરબંદર, 13 જુલાઈ (હિ.સ.) : પોરબંદરમાં શિક્ષણ ક્ષેત્રે આગવું નામ ધરાવતી ગુરુકુળ મહિલા આર્ટસ એન્ડ કોમર્સે કોલેજના કાર્યદક્ષ પ્રાચાર્ય ડો. અનુપમ નાગર કે જેઓ પોતાની કાર્યદક્ષતા તેમજ કર્મનિષ્ઠાથી શિક્ષણ જગતમાં આગવું નામ ધરાવે છે તેઓએ બિહારની મગધ યુનિવર્સ
મહિલા કોલેજના પ્રાચાર્ય ડો. અનુપમ નાગરે  બિહારની કોલેજ નું પરીક્ષણ કર્યું.


પોરબંદર, 13 જુલાઈ (હિ.સ.) : પોરબંદરમાં શિક્ષણ ક્ષેત્રે આગવું નામ ધરાવતી ગુરુકુળ મહિલા આર્ટસ એન્ડ કોમર્સે કોલેજના કાર્યદક્ષ પ્રાચાર્ય ડો. અનુપમ નાગર કે જેઓ પોતાની કાર્યદક્ષતા તેમજ કર્મનિષ્ઠાથી શિક્ષણ જગતમાં આગવું નામ ધરાવે છે તેઓએ બિહારની મગધ યુનિવર્સિટીની એક કોલેજમાં નેક પિયર ટીમ મેમ્બર તરીકે નેકના નવા નિયમો પ્રમાણે ઓનલાઈન પરીક્ષણ કર્યું હતું. નેક એટલે કે નેશનલ એસેસમેન્ટ એન્ડ એક્રીડીટેશન કાઉન્સિલ રાષ્ટ્રીય કક્ષાએ ચાલતી એક પરિષદ છે કે જેમાં સંપૂર્ણ ભારતની કોલેજોનું તેના સાત ક્રાઈટેરિયા એટલે કે કરીક્યુલર આસપેસ્ટ્સ, ટીચિંગ-લર્નિંગ એન્ડ ઈવેલ્યુએશન, રિસર્ચ-ઇનોવેશન એન્ડ એક્સ્ટેન્શન, ઈન્ફ્રાસ્ટ્રક્ચર એન્ડ લર્નિંગ રિસોર્સિસ, સ્ટુડન્ટ સપોર્ટ એન્ડ પ્રોગ્રેશન, ગવર્નેન્સ-લીડરશીપ એન્ડ મેનેજમેન્ટ અને ઇન્સ્ટિટ્યૂશનલ વેલ્યુઝ મુજબ મૂલ્યાંકન કરવામાં આવે છે.

ડો. નાગરઆરાષ્ટ્રીય કક્ષાની સમિતિના આદરણીય સભ્ય છે ત્યારે તેઓએ આ વખતે બે દિવસ માટે યોજાયેલ ઓનલાઈન મૂલ્યાંકન અંતર્ગત બિહાર ખાતેની મગધ યુનિવર્સિટી સાથે સંલગ્ન કોલેજમાં આસામ તેમજ પંજાબના ચેર પર્સન અને મેમ્બર કોઓર્ડિનેટર સાથે નેક પીયર ટીમ મેમ્બર તરીકે નિષ્ઠાથી ફરજ બજાવેલ. આ સમ્માનનીય સભ્યપદ જૂજ લોકોને મળતું હોય છે ત્યારે ગુરુકુળ મહિલા કોલેજના પ્રાચાર્યશ્રીને આ સભ્યપદ મળ્યું હોવાથી અને દસમી વખત તેઓએ નેક અંતર્ગત આ મૂલ્યાંકન કર્યું હોવાને લીધે તેઓએ સંપૂર્ણ ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સીટી, શિક્ષણ જગત તેમજ ગુરુકુળ મહિલા કોલેજ પરિવારને ગૌરવ અપાવ્યું છે. આ અનેરી સિદ્ધિ બદલ સમગ્ર ટ્રસ્ટીશ્રીઓ, સ્ટાફ પરિવાર તેમજ વિદ્યાર્થીનીઓએ તેઓને અભિનંદન સાથે શુભકામનાઓ પાઠવેલી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas pravinbhai dholariya


 rajesh pande