પોરબંદર, 13 જુલાઈ (હિ.સ.) : પોરબંદર જિલ્લામાં તાજેતરમાં પડેલા વરસાદને કારણે લોકોને વાહન વ્યવહારમાં કોઈ પ્રકારની અડચણ ન થાય તે માટે પોરબંદર મહાનગર પાલિકા દ્વારા તાત્કાલિક પગલાં લેવામાં આવ્યા છે અને માર્ગ મરામત કામગીરી યથાશક્તિ ઝડપથી હાથ ધરવામાં આવી છે.
આ અંતર્ગત પોરબંદર શહેરના ખાપટ વિસ્તારમાં નાગબાઈના મંદિરથી બાપા સીતારામના ઓટલા સુધી તેમજ આદિત્યાણા મેઇન રોડથી રામદેવપીરના દ્વારા વાળા રોડ સુધીના માર્ગ પર જળબંધ મેકડમ (Water Bound Macadam – WBM) પદ્ધતિનો ઉપયોગ કરીને માર્ગ નિર્માણ કાર્ય કરવામાં આવ્યું છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas pravinbhai dholariya