રાજકોટ જિલ્લાના ખીજડીયા થી સાલપીપળીયા રોડ પર રીપેરીંગ ની કામગીરી હાથ ધરવામાં આવી
રાજકોટ 13 જુલાઈ (હિ.સ.) રાજ્યભરમાં થયેલા સાર્વત્રિક વરસાદના પગલે અનેક વિસ્તારોમાં રસ્તાઓ ધોવાઈ જતા લોકોના વાહનવટામાં મુશ્કેલી ઊભી થઈ છે. ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે. રાજય સરકારના માર્ગ અને મકાન વિભાગ –
રાજકોટ જિલ્લાના ખીજડીયા થી સાલપીપળીયા રોડ પર રીપેરીંગ ની કામગીરી હાથ ધરવામાં આવી


રાજકોટ 13 જુલાઈ (હિ.સ.) રાજ્યભરમાં થયેલા સાર્વત્રિક વરસાદના પગલે અનેક વિસ્તારોમાં રસ્તાઓ ધોવાઈ જતા લોકોના વાહનવટામાં મુશ્કેલી ઊભી થઈ છે. ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે. રાજય સરકારના માર્ગ અને મકાન વિભાગ – પંચાયત હસ્તક રોડની મરામતના કામો તત્કાલ અસરથી હાથ ધરવામાં આવ્યા છે. રાજકોટ જિલ્લાના ખીજડીયા થી સાલપીપળીયા રોડ પર ભારે વરસાદના કારણે ડામર ઊખડી ગયો હતો અને ગડડા પડી ગયા હતા.

સ્થાનિક લોકોની અરજી અને વિસ્તારના સરપંચના પ્રયત્નોથી માર્ગ અને મકાન વિભાગ દ્વારા ત્વરિત કામગીરી હાથ ધરાઈ હતી. સંબંધિત વિભાગે રાહદારીઓની સલામતી અને સરળ વાહનવટાની દ્રષ્ટીએ પેચવર્કથી ડામર રોડની યોગ્ય મરામત કરી છે. વાહનચાલકો અને સ્થાનિક લોકોએ વિભાગની કામગીરીની સરાહના કરી છે. વરસાદ વચ્ચે પણ સમયસર થયેલી મરામતથી લોકોમાં સંતોષની લાગણી જોવા મળી છે. રોડ વ્યવસ્થિત થતા હવે ગ્રામ્ય વિસ્તારોમાં આર્થિક પ્રવૃત્તિઓ અને દૈનિક જીવન ફરી ગતિશીલ બનવાનું શરૂ થયું છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek


 rajesh pande