રાજકોટ જિલ્લામાં આવેલા દોમડાથી સાલપીપળીયા સુધીના માર્ગ માં ડામર રોડ નું રીપેરીંગ કામ કરવામાં આવ્યું
રાજકોટ 13 જુલાઈ (હિ.સ.) રાજ્યભરમાં પડેલા સાર્વત્રિક અને ધોધમાર વરસાદના કારણે ઘણા વિસ્તારોમાં માર્ગોની હાલત બગડી ગઈ છે. ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં રસ્તાઓ પર ભારે ધોવાણ થયું છે, જેના કારણે વાહનચાલકોને અને સ્થાનિક લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્
રાજકોટ જિલ્લામાં આવેલા દોમડાથી સાલપીપળીયા સુધીના માર્ગ માં ડામર રોડ નું રીપેરીંગ કામ કરવામાં આવ્યું


રાજકોટ 13 જુલાઈ (હિ.સ.) રાજ્યભરમાં પડેલા સાર્વત્રિક અને ધોધમાર વરસાદના કારણે ઘણા વિસ્તારોમાં માર્ગોની હાલત બગડી ગઈ છે. ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં રસ્તાઓ પર ભારે ધોવાણ થયું છે, જેના કારણે વાહનચાલકોને અને સ્થાનિક લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

રાજકોટ જિલ્લામાં આવેલા દોમડાથી સાલપીપળીયા સુધીના માર્ગ પર પણ વરસાદના કારણે ઘણી જગ્યાએ ખાડાઓ પડી ગયા હતા તથા ડામર ઊખડી ગયો હતો. આને ધ્યાનમાં લઈ માર્ગ અને મકાન વિભાગ (પંચાયત હસ્તક) દ્વારા તાત્કાલિક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. અસરગ્રસ્ત રોડ પર નવી ડામરિંગ પ્રક્રિયા શરૂ કરી મરામતનું કામ ઝડપથી પૂર્ણ કર્યું છે.

સ્થાનિક પંચાયત અને અધિકારીઓ દ્વારા માર્ગના નિરીક્ષણ બાદ તુરંત કામગીરી હાથ ધરાઈ હતી. નવી ડામર લેવલિંગ અને પેચવર્કથી રાહદારીઓ અને વાહનચાલકોને હવે સરળ અને સુરક્ષિત મુસાફરી મળી શકશે. વિકાસના હેતુસર કારગર પગલાં લીધા છે તે સરકારની ફરજપ્રતિના પ્રતિફળરૂપ છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek


 rajesh pande