પાટણ, 13 જુલાઈ (હિ.સ.) : પાટણ શહેરમાં બહુચર પમ્પિંગ સ્ટેશન નજીક આવેલા માખણીયા એસટીપી પ્લાન્ટ તરફ જતી મુખ્ય રાઈઝિંગ લાઈન તૂટી ગઈ છે. આ ઘટનાને પગલે નગરપાલિકાએ તાત્કાલિક પગલાં લઈ શહેરના તમામ ભૂગર્ભ પમ્પિંગ સ્ટેશનો બંધ રાખ્યા છે.
પાલિકાની ટીમ તૂટી ગયેલી લાઈનનું સમારકામ યુદ્ધના ધોરણે કરી રહી છે. લાઈનનું રિપેરિંગ પૂર્ણ થયા બાદ પમ્પિંગ સ્ટેશનો ફરીથી નિયમિત રીતે કાર્યરત કરવામાં આવશે.
પાટણ નગરપાલિકાએ નાગરિકોને આ કટોકટીના સમયે સહકાર આપવા વિનંતી કરી છે તથા પાણીનો કરકસરયુક્ત ઉપયોગ કરવાની અપીલ કરી છે, જેથી શહેરની પાણી વ્યવસ્થા સ્વસ્થ રીતે ચાલુ રહી શકે.
હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર