ભાવનગર 13 જુલાઈ (હિ.સ.) સૌરાષ્ટ્રના સૌથી જૂના અને વિશ્વસનીય મહાજનોમાંના એક 'સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી' દ્વારા 82મી વાર્ષિક સાધારણ સભામાં જીતુભાઇ વાઘાણી ઉપસ્થિત રહ્યા ચેમ્બરના વરિષ્ઠ અગ્રણીઓ તથા યુવા ઉદ્યોગપતિઓ સાથે ભાવનગરના ઉદ્યોગ વિકાસ અંગે સંવાદ સાધ્યો.
ભાવનગર શહેર તથા સમગ્ર જિલ્લામાં વેપાર, ઉદ્યોગ અને સર્વાંગીણ વિકાસ માટે ચેમ્બરના સતત પ્રયાસો પ્રસંશનીય છે.
વ્યાપાર-ઉદ્યોગ ક્ષેત્રે ભાવનગરને નવી ઊંચાઈઓએ પહોંચાડવા રાજ્ય સરકાર અને સ્થાનિક ચેમ્બરો સાથે મળીને કાર્ય કરવાની અમારી પ્રતિબદ્ધતા છે.
આ મહત્ત્વની સભામાં માન. કેન્દ્રીય રાજ્યમંત્રી અને ભાવનગર-બોટાદ લોકસભાના સાંસદ શ્રીમતી @Nimu_Bambhaniya, ભાવનગર મહાનગરપાલિકાના કમિશનર એન.કે.મીણા, યુવરાજ શ્રી જયવીરરાજસિંહ ગોહિલ, મેયર શ્રી ભરતભાઈ બારડ, ભાવનગર શહેર ભાજપના પ્રમુખ શ્રી કુમારભાઈ શાહ, ભાવનગર જિલ્લા ભાજપના પ્રમુખ શ્રી દિગ્વિજય ગોહિલ, ધારાસભ્ય શ્રીમતી સેજલબેન પંડયા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી રાજુભાઈ રાબડીયા, ડેપ્યુટી મેયર શ્રીમતી મોનાબેન પારેખ તેમજ ચેમ્બરનાં માનદ મંત્રીશ્રીઓ, માનદ ખજાનચીશ્રી સહિત વિવિધ કમિટીના ચેરમેનશ્રીઓ અને સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને ચેમ્બરની આગામી યોજના માટે દિશા દર્શાવી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek