પાટણ, 13 જુલાઈ (હિ.સ.)પાટણ સ્થિત જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન (ડાયટ) ખાતે શનિવારે પ્રથમ વર્ષના નવીન તાલીમાર્થીઓ માટે પ્રવેશોત્સવનું આયોજન કરવામાં આવ્યું. કાર્યક્રમની શરૂઆત પ્રાર્થના અને દીપ પ્રાગટ્યથી કરવામાં આવી હતી. ડાયટના પ્રચાર્ય ડૉ. પિનકીબેન રાવલે આ પ્રસંગે ઉદ્બોધન આપ્યું હતું.
પ્રવેશ મેળવનારા વિદ્યાર્થીઓનું કંકુ તિલક અને વેલકમ કાર્ડ દ્વારા હાર્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું. દ્વિતીય વર્ષના તાલીમાર્થીઓ દ્વારા કાવ્યગાન, બાળગીત, નૃત્ય, લોકગીત, પ્રશ્નોત્તરી અને સમાચાર વાચન જેવા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા, જેના દ્વારા ઉજવણીને આનંદમય બનાવવામાં આવી.
કાર્યક્રમના અંતે તમામ માટે સ્વરુચિ ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી. સમગ્ર પ્રવેશોત્સવ કાર્યક્રમ તાલીમાર્થીઓમાં ઉત્સાહ, ઉમંગ અને સહકારની ભાવના જગાવતો રહ્યો.
હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર