પોરબંદર, 13 જુલાઈ (હિ.સ.) : પોરબંદર ખારવા સમાજ ના વાણોટ/પ્રમુખ પવનભાઈ જીવાભાઈ શિયાળની સતત પાંચમા વર્ષે વાણોટ તરીકેની વરણી કરવામા આવેલ તે બદલ પોરબંદર ખારવા સમાજ પંચાયત મંદિર ખાતે માજી વાણોટ પ્રેમજીભાઈ ખુદાઈ, હરજીવભાઈ કોટીયા દિલીપભાઈ લોઢારી, સુનિલભાઈ ગોહેલ, બોટ એસોસીએશનના પ્રમુખ મુકેશભાઈ પાંજરી તેમજ કમીટી મેમ્બર્સ, પૂર્વ પ્રમુખ નરશીભાઈ જુંગી, પિલાણા એસોસીએશનના પ્રમુખ નિલેષભાઈ વાંદરીયા, તેમજ કમીટી મેમ્બર્સ, પિલાણા એસો.ના પૂર્વ પ્રમુખ, ફીશ સપ્લાર્યસ એસો. ના પ્રમુખ હર્ષિતભાઈ શિયાળ તેમજ કમીટી મેમ્બર્સ, ફ્રેશ ફીશ સપ્લાર્યસ એસો. ના પ્રમુખ ભીખુભાઈ લોઢારી તેમજ તેમજ કમીટી મેમ્બર્સ, નવિબંદરના પ્રમુખ મોહનભાઈ ભુતિયા તેમજ આગેવાનો, નવિબંદર વિધાર્થી સંધ ટ્રસ્ટના પ્રમુખ પી. ટી. વઢીયા તેમજ કમીટી મેમ્બર્સ, ફાઈબર ગ્રુપના પ્રમુખ હિતેષભાઈ ખોરાવા તેમજ સભ્યો, સાગરપુત્ર સમન્વય સંસ્થાના પ્રમુખ પ્રવિણભાઈ ખોરાવા તથા સભ્યો, પોરબંદર હેલ્થ એન્ડ એજયુકેશન ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ રામદેભાઈ મોઢવાડીયા તથા કમીટી મેમ્બર્સ, પોલીસ મિત્રમંડળ, સમસ્ત કોળી સમાજ, પદુભાઈ રાયચુરા, દિલીપભાઈ ગાજરા તથા મિત્રમંડળ,જે. જે. એન્ટરપ્રાઈસના રાજુભાઈ લોઢારી, ચેતનભાઈ પોસ્તરીયા તથા મિત્રમંડળ, ફીશ એકસપોર્ટસ ગ્રુપ, એક્સટ્રીમ ફીટનેશ કેર કેતનભાઈ કોટીયા ગ્રુપ, નવરાત્રી મહોત્સવ મિત્રમંડળના પ્રાયોજક કમલેશભાઈ ખોખરી તેમજ તેમની ટીમ, પોરબંદર નગરપાલીકા પૂર્વ પ્રમુખ અશોકભાઈ ભાદ્રેચા પરિવાર, સાગર રત્ન વિકાસ સંધના પ્રમુખ અશોકભાઈ ગોહેલ તેમજ સભ્યો, રત્નાકર સ્કુલ શિક્ષણ સમિતીના પ્રમુખ કાનજીભાઈ મુકાદમ તેમજ સભ્યો, એડવોકેટ જગદીશભાઈ મોતીવરસ તથા મિત્રમંડળ, એડવોકેટ જીતુભાઈ શીંગરખીયા તેમજ મિત્રમંડળ, પાર્થ એકાઉન્ટીંગ ગ્રુપ, સમાજ સેવક જીતુભાઈ મદલાણી,અમિતભાઈ ખોડા તથા મિત્રમંડળ, સમસ્ત મુસ્લીમ સમાજ, ઈસ્કોન પરિવાર, આશા ચેરીટેબલ ટ્રસ્ટના સભ્યો, બજરંગદળ મિત્રમંડળ, લોહાણા સમાજના અગ્રણી પરીમલભાઈ ઠકરાર, લોહાણા સમાજ યુવા પાંખના પ્રમુખ તેમજ સભ્યો તેમજ ખારવા સમાજના પ્રતિષ્ઠિત વ્યકિતઓ, આગેવાનો તેમજ અનેક સમાજો, સંસ્થાઓ, એસોસીએશનો, વ્યાપારી મિત્રો દ્વારા ગુજરાત સમસ્ત ખારવા સમાજના પ્રમુખ પવનભાઈને હારતોરા કરી સન્માનીત કરવામા આવ્યા હતા અને સમાજના સોનેરી ભવિષ્ય અને ઉચ્ચત્તમ વિકાસ માટે શુભેચ્છાઓ પાઠવવામા આવી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas pravinbhai dholariya