સાયણથી કિમ સુધીના અગત્યના ઔધોગિક વિસ્તારના માર્ગોની મરામતની કામગીરી તાત્કાલિક હાથ ધરવામાં આવી
સુરત, 13 જુલાઈ (હિ.સ.)- મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્યમાં વરસાદથી નુકસાનગ્રસ્ત થયેલા માર્ગો, પુલોની તાત્કાલિક મરામત માટેની કામગીરી માર્ગ અને મકાન વિભાગ દ્વારા હાથ ધરવામાં આવી છે. જેના ભાગરૂપે સુરત જિલ્લાના પંચાયત માર્ગ અને મકાન
Surat


સુરત, 13 જુલાઈ (હિ.સ.)- મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્યમાં વરસાદથી નુકસાનગ્રસ્ત થયેલા માર્ગો, પુલોની તાત્કાલિક મરામત

માટેની કામગીરી માર્ગ અને મકાન વિભાગ દ્વારા હાથ ધરવામાં આવી છે. જેના ભાગરૂપે

સુરત જિલ્લાના પંચાયત માર્ગ અને મકાન વિભાગ, સુરતના

કાર્યપાલક ઇજનેરની નિગરાનીમાં ઓલપાડ તાલુકામાં આવેલા વિવિધ રસ્તા પર ટ્રાફિકની

પ્રાથમિકતાના આધારે યુદ્ધના ધોરણે પેચ વર્ક હાથ ધરાયું છે.

માર્ગ

અને મકાન પંચાયત પેટા વિભાગ ઓલપાડ દ્વારા સાયણથી કિમ, ગોથણથી ભરથાણા સુધીના

અગત્યના ઔધોગિક વિસ્તાર તેમજ વિવિધ ગામોના ગ્રામ્ય રસ્તાઓની વરસાદના વિરામબાદ

તાત્કાલિક પેચ વર્કની કામગીરી રાઉન્ડ કલોક કામગીરી હાથ ધરવામાં આવી છે. ઓલપાડ

તાલુકાના પંચાયત હસ્તકના ૨૫ થી વધુ ગામોના રસ્તાઓ પર ડામર પેચ, મેટલ પેચ, કોલ્ડ મિક્ષ ડામર પેચ કરી ફરીથી વાહન

વ્યવહાર માટે સુગમ્ય બનાવ્યા છે અને બાકીની કામગીરી પણ ઝડપથી પૂર્ણ કરીને વાહનોની

અવરજવરમાં કોઈ અડચણ ન આવે તે સુનિશ્ચિત કરવામાં જરૂરી પગલાં લેવાઈ રહ્યા છે.

માર્ગ

મરામત કાર્યના કારણે નાગરિકોને સુરક્ષિત અને સુગમ વાહનવ્યવહાર મળી રહે તે માટે

તંત્ર પ્રતિબદ્ધતાથી કામગીરી કરી રહ્યું છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande