ભુજ-કચ્છ, 13 જુલાઈ (હિ.સ.) અંજાર તાલુકાના મેઘપર કુંભારડીમાં ધોળા દિવસે તસ્કરોએ બંધ મકાનને નિશાન બનાવીને રૂા.1.19 લાખની માલમતા ચોરી પોલીસ દફતરે નોંધાઇ છે. મેઘપર કુંભારડીના સર્વે નં.78/1માં આવેલા ઘનશ્યામ નગર પ્લોટ નં.204- બીમાં ગઈકાલે સવારે 12.30 વાગ્યા પહેલાં ચોરીનો બનાવ બન્યો હતો. ગાંધીધામમાં બી.એમ. રોડલાઈન્સમાં નોકરી કરતા હરેશભાઈ બારોટે અજાણ્યા આરોપી વિરુદ્ધ ગુનો નોંધાવ્યો હતો.
લોખંડની તિજોરીમાંથી સોનાના દાગીનાની ઉઠાંતરી
પોલીસ સૂત્રોએ વિગતો આપતા જણાવ્યું હતું કે, દિવસ દરમ્યાન તસ્કરોએ ઘરમાં અપપ્રવેશ કરી, ઘરમાં રહેલી લોખંડની તિજોરીમાંથી સોનાની બુટ્ટી એક જોડી જેનું આશરે વજન પાંચ ગ્રામ કિં. રૂા. 20 હજાર, બે ગ્રામની સોનાની કડીની જોડી કિં. રૂ.ત્રણ હજાર, સોનાના ડિસ્કાની એક જોડી જેનું આશરે વજન બે ગ્રામ કિં. રૂ.3000, સોનાની પાંચ ગ્રામની વીંટી કિં. રૂ.20,000, સોનાનું એક ગ્રામનો ઓમ નંગ-01 કિં રૂ.1500, ચાંદીની લકી નંગ-4 જેનુ આશરે વજન 400 કિં રૂ. 20,000, ચાંદીનો જુડો નંગ-2 જેનુ આશરે વજન 500 ગ્રામ કિં. રૂા.25 હજાર, ચાંદીના ઝેર એક જોડી જેનુ આશરે વજન 200 ગ્રામ કિં. રૂ. 10,000, પગમા પેરવાની ચાંદીની માછલી ત્રણ જોડી (નંગ-06) જેની આશરે કિં. રૂ. 1000 તેમજ રોકડા રૂ.16,000 મળીને કુલ રૂ.1,19,500ની માલમતાની ચોરી કરી ગયા હતા.
પરિવારજનો બહાર હતા અને ચોરો ત્રાટક્યા
આ બનાવ દરમ્યાન ફરિયાદી નોકરીએ અને તેમના પત્ની બહાર ગયા હતા. પોલીસે ચોરીના ગુનામાં સામેલ આરોપીને પકડી પાડવા ચક્રોગતિમાન કરી વધુ તપાસ આરંભી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / BHAVIN K VORA