વન નેશન-વન ઈલેક્શન વિષય વિશે જાગૃતતા માટે ભાવનગર 104 પૂર્વ વિધાનસભા ક્ષેત્ર માં પ્રબુદ્ધ નાગરિક સંમેલન યોજવા માં આવ્યું..
ભાવનગર, 13 જુલાઈ (હિ.સ.) ભાવનગર પૂર્વ વિધાનસભા ક્ષેત્ર-104માં પ્રબુદ્ધ નાગરિક સંમેલનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું, જેનું મુખ્ય ઉદ્દેશ One Nation One Election વિષય પર જનજાગૃતિ ફેલાવવાનો હતો. કાર્યક્રમમાં પોરબંદરના લોકલાડીલા ધારાસભ્ય શ્રી અર્જુનભાઈ મોઢ
OneNationOneElection વિષય વિશે જાગૃતતા આવે માટે મારા ભાવનગર 104 પૂર્વ વિધાનસભા ક્ષેત્ર માં પ્રબુદ્ધ નાગરિક સંમેલન યોજવા માં આવ્યું..


ભાવનગર, 13 જુલાઈ (હિ.સ.) ભાવનગર પૂર્વ વિધાનસભા ક્ષેત્ર-104માં પ્રબુદ્ધ નાગરિક સંમેલનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું, જેનું મુખ્ય ઉદ્દેશ One Nation One Election વિષય પર જનજાગૃતિ ફેલાવવાનો હતો. કાર્યક્રમમાં પોરબંદરના લોકલાડીલા ધારાસભ્ય શ્રી અર્જુનભાઈ મોઢવાડીયા ખાસ આમંત્રિત હતા.

શ્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ પોતાના અભિભાષણમાં One Nation One Election સંકલ્પના વિશે વિગતવાર માર્ગદર્શન આપ્યું અને તેના લાભોની ચર્ચા કરી. તેમણે જણાવ્યુ કે આ પહેલના અમલથી દેશભરમાં વિકાસ કાર્યમાં ઝડપ આવશે, ચૂંટણી ખર્ચમાં ઘટાડો થશે અને શાસન વ્યવસ્થામાં સ્થિરતા લાવશે.

કાર્યક્રમમાં ઉપસ્થિત પ્રબુદ્ધ નાગરિકો, શિક્ષિત યુવાનો અને વિવિધ વર્ગોના પ્રતિનિધિઓએ પણ સક્રિય ભાગ લીધો. તેમણે આ વિચારસ્નાનમાંથી જ્ઞાન મેળવ્યું અને વિષય પર પોતાના મત પણ રજૂ કર્યા.

આ સંમેલન દ્વારા લોકોમાં રાષ્ટ્રીય એકતા, સમય બચત અને વહીવટી કાર્યક્ષમતામાં વૃદ્ધિ જેવા મુદ્દાઓ અંગે જાગૃતિ પ્રસરે તે દિશામાં મહત્વપૂર્ણ પગલુ ભરવામાં આવ્યું.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek


 rajesh pande