ભુજ-કચ્છ, 13 જુલાઈ (હિ.સ.) નખત્રાણા વિરાણી ફાટક પાસે દરરોજ ભારે વાહનોનો ટ્રાફિકજામ થાય છે પરિણામે સ્થાનિક ગ્રામજનો સહિતના લોકોને હાલાકી ભોગવવાનો વારો આવે છે. ભારે વાહનો ગમે ત્યાં રોકી દેવાતા હોવાના લીધે કલાકો સુધી ટ્રાફિક જામ થતાં ટ્રાફિક ઉકેલવામાં નાકે દમ આવી જાય છે.
વિરાણી રોડ ઉપર અકસ્માતની ભીતિ
વિરાણી ફાટક રોડ પર છકડાઓની ઉપર પેસેન્જર બેસાડવા માટે ઉભા રહે છે તેના કારણે ક્યારેક મોટા અકસ્માતની ભીતિ છે. ક્ષમતાથી વધુ પેસેન્જર ભરી રહ્યા છે ત્યારે કાયદાનું પાલન કરાવવામાં આવે તેવી પણ માગણી સ્થાનિક લોકોએ કરી છે.
મોટા વાહનો ગમે ત્યાં રોકાઇ જતાં જામની સમસ્યા
આ ઉપરાંત, વિરાણી રોડ ઉપર મોટા માલવાહક વાહનો ટ્રાફિક સમસ્યા સર્જે છે. રસ્તાની વચ્ચે મોટા માલવાહક વાહનો ઊભા રાખી દેવાય છે અને ભારે ટ્રાફિક સમસ્યા સર્જાય છે તેમજ હાઇવે ઉપર પણ ખાનગી લક્ઝરી ચાલકો દ્વારા રોડ વચ્ચે ઊભા રાખી દેવામાં આવે છે. જેમની સામે પણ કાર્યવાહી કરવા નગરજનો માંગ કરી રહ્યા છે.
હિન્દુસ્થાન સમાચાર / BHAVIN K VORA