નવી દિલ્હી, 13 જુલાઈ (હિ.સ.) ન્યુઝીલેન્ડ ક્રિકેટ ટીમે ઝિમ્બાબ્વેમાં
યોજાનારી ટી-20 ત્રિકોણીય શ્રેણી માટે વિકેટકીપર બેટ્સમેન ડેવોન કોનવેનો ટી-20 ટીમમાં સમાવેશ
કર્યો છે. તેમણે ફિન એલનની જગ્યાએ પસંદગી કરી છે, જે મેજર લીગ ક્રિકેટ (એમેલસી) 2૦25 દરમિયાન
ઈજાને કારણે બહાર થઈ ગયા હતા.
ન્યુઝીલેન્ડ ટીમના મુખ્ય કોચ રોબ વોલ્ટરે એક નિવેદનમાં
જણાવ્યું હતું કે,” અમે ફિન માટે ખરેખર ખૂબ જ દુઃખી છીએ. હું તેની સાથે કામ કરવા
અને એમએલસી તરફથી તેમનું સારું પ્રદર્શન ચાલુ રાખવા માટે ઉત્સુક હતો, પરંતુ કમનસીબે
ઇજાઓ થાય છે. અમે ભાગ્યશાળી છીએ કે અમે ફિનની જગ્યાએ ડેવોન જેવા અનુભવી ખેલાડીનો
સમાવેશ કરી શક્યા.”
આ ઉપરાંત, ન્યુઝીલેન્ડે માઈકલ બ્રેસવેલ, માર્ક ચેપમેન, ગ્લેન ફિલિપ્સ અને રચિન રવિન્દ્રની ટીમ માટે
વધારાના કવર તરીકે મિચ હે,
જીમી નીશમ અને
ટિમ રોબિન્સનને પણ ટીમમાં સામેલ કર્યા છે.
ત્રિકોણીય શ્રેણી આવતીકાલે એટલે કે, સોમવારથી શરૂ થઈ રહી
છે. શ્રેણીની અંતિમ મેચ 26 જુલાઈએ રમાશે.
ન્યુઝીલેન્ડ 16 જુલાઈએ દક્ષિણ
આફ્રિકા સામે પોતાની પહેલી મેચ રમશે.
હિન્દુસ્થાન સમાચાર / વીરેન્દ્ર સિંહ / સંજીવ પાશ
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ