રિયો ડી જાનેરો, નવી દિલ્હી, 12 જુલાઈ (હિ.સ.). બ્રાઝિલિયન ક્લબ બોટાફોગોએ પુષ્ટિ આપી છે કે, તેનો સેન્ટ્રલ ડિફેન્ડર જૈર કુન્હા ઇંગ્લિશ પ્રીમિયર લીગ ક્લબ નોટિંધમ ફોરેસ્ટમાં જોડાયો છે. ટ્રાન્સફર ડીલ લગભગ 12 મિલિયન યુરોમાં પૂર્ણ થઈ છે.
20 વર્ષીય જૈર, જે 2028 સુધી બોટાફોગો સાથે કરારબદ્ધ હતો, તેણે હવે જૂન 2030 સુધી નોટિંધમ ફોરેસ્ટ સાથે કરાર પર હસ્તાક્ષર કર્યા છે. બોટાફોગોએ શુક્રવારે તેની સત્તાવાર વેબસાઇટ પર એક નિવેદન જાહેર કરીને આ માહિતી આપી.
નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, અમે ડિફેન્ડરનો અમારા ક્લબ માટે તેમની પ્રતિબદ્ધતા અને સખત મહેનત બદલ આભાર માનીએ છીએ અને તેમના ભવિષ્ય માટે તેમને શુભકામનાઓ પાઠવીએ છીએ.
ફેબ્રુઆરીમાં સૈન્ટોસથી બોટાફોગોમાં જોડાયા પછી, જૈરે ક્લબ માટે તમામ સ્પર્ધાઓમાં કુલ 22 મેચ રમી હતી. તે બ્રાઝિલ અંડર-20 રાષ્ટ્રીય ટીમનો સભ્ય પણ છે.
ક્લબે સ્ટ્રાઈકર ઇગોર જીસસને 11.5 મિલિયન યુરોની ફી માટે કરારબદ્ધ કર્યા પછી, જૈર આ અઠવાડિયે નોટિંગહામ ફોરેસ્ટમાં જોડાનાર બીજો બોટાફોગો ખેલાડી છે.
હિન્દુસ્થાન સમાચાર / સુનિલ દુબે
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ