સુરત મહાનગરપાલિકાના વિવિધ ઝોનમાં વરસાદથી ક્ષતિગ્રસ્ત થયેલા રસ્તાઓની ઝડપભેર મરામત
સુરત, 13 જુલાઈ (હિ.સ.)- વરસાદથી ક્ષતિગ્રસ્ત થયેલા રસ્તાઓની ઝડપભેર મરામત કરવાની ઝુંબેશના ભાગરૂપે સુરત મહાનગરપાલિકાના વિવિધ ઝોનની ટેકનિકલ ટીમના 71 સ્ટાફ અને 214 બેલદાર/ડ્રાઈવર તથા 62 મશીનરીઓ સાથે રસ્તા રિપેરીંગની કામગીરી કરવામાં આવી હતી, જેમાં ગઈકાલથ
Surat


સુરત, 13 જુલાઈ (હિ.સ.)- વરસાદથી

ક્ષતિગ્રસ્ત થયેલા રસ્તાઓની ઝડપભેર મરામત કરવાની ઝુંબેશના ભાગરૂપે સુરત

મહાનગરપાલિકાના વિવિધ ઝોનની ટેકનિકલ ટીમના 71 સ્ટાફ અને 214 બેલદાર/ડ્રાઈવર તથા 62 મશીનરીઓ સાથે રસ્તા રિપેરીંગની કામગીરી કરવામાં આવી હતી, જેમાં ગઈકાલથી 228.40 મે.ટન હોટમીક્ષ મટીરીયલ તેમજ 129.10 મે.ટન જી.એસ.બી./ફીલીંગ મટીરીયલ તેમજ પેવર

બ્લોકનો ઉપયોગ કરી કુલ 62 સ્પોટ તથા 3156.00 ચો.મી. માપ વિસ્તારના રસ્તાઓની મરામત

કરવામાં આવી હતી. મનપા દ્વારા શેષ રસ્તા રિપેરીંગની કામગીરી હાલ પ્રગતિમાં છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande