પદ્મ ભૂષણ અભિનેત્રી બી સરોજા દેવીનું, તમિલ અને તમિલ ફિલ્મોમાં યોગદાન ભૂલી શકાય નહીં.
નવી દિલ્હી, 14 જુલાઈ (હિ.સ.) તમિલ સિનેમાની દિગ્ગજ અભિનેત્રી બી સરોજા દેવીના અવસાનથી દક્ષિણ ફિલ્મ ઉદ્યોગમાં શોકની લહેર ફેલાઈ ગઈ છે. પદ્મ શ્રી અને પદ્મ ભૂષણ પુરસ્કાર વિજેતા બી સરોજા દેવીએ, તેમના સાત દાયકાના લાંબા ફિલ્મી કરિયરમાં 200 થ
નિધન


નવી દિલ્હી, 14 જુલાઈ (હિ.સ.) તમિલ સિનેમાની દિગ્ગજ અભિનેત્રી બી સરોજા દેવીના અવસાનથી

દક્ષિણ ફિલ્મ ઉદ્યોગમાં શોકની લહેર ફેલાઈ ગઈ છે. પદ્મ શ્રી અને પદ્મ ભૂષણ પુરસ્કાર

વિજેતા બી સરોજા દેવીએ, તેમના સાત દાયકાના લાંબા ફિલ્મી કરિયરમાં 200 થી વધુ

ફિલ્મોમાં કામ કર્યું અને ભારતીય સિનેમા પર અમીટ છાપ છોડી. તેમનું યોગદાન ક્યારેય

ભૂલી શકાશે નહીં.

87 વર્ષીય સરોજા

દેવી છેલ્લા કેટલાક સમયથી વય સંબંધિત રોગોથી પીડાતા હતા અને તેમનું સ્વાસ્થ્ય સતત

બગડતું રહ્યું હતું. ભારતીય સિનેમામાં તેમના યોગદાન બદલ, બી સરોજા દેવીને ઘણા

પ્રતિષ્ઠિત સન્માનોથી નવાજવામાં આવ્યા હતા. તેમને 1969માં પદ્મ શ્રી અને 1992માં પદ્મ ભૂષણથી

નવાજવામાં આવ્યા હતા. આ ઉપરાંત, તેમને તમિલનાડુ સરકારનો કલાઈમામણિ પુરસ્કાર અને બેંગ્લોર

યુનિવર્સિટી તરફથી માનદ ડોક્ટરેટની પદવી પણ મળી હતી. તેમણે 53મા રાષ્ટ્રીય

ફિલ્મ પુરસ્કારોમાં, જ્યુરીનું અધ્યક્ષપદ પણ સંભાળ્યું હતું.

બી સરોજા દેવીએ 1955માં માત્ર 17 વર્ષની ઉંમરે અભિનય

કારકિર્દી શરૂ કરી હતી. તેમની પહેલી ફિલ્મ 'મહાકવિ કાલિદાસ' હતી. જોકે, તેમને ખરી ઓળખ 1958ની સુપરહિટ તમિલ

ફિલ્મ 'નાડોદી મનન'થી મળી. 1959માં સરોજા દેવીએ હિન્દી સિનેમા તરફ વળ્યા.

તેમની પહેલી બોલિવૂડ ફિલ્મ 'પૈગામ' હતી,

જેમાં તેમણે

ટ્રેજેડી કિંગ દિલીપ કુમાર સાથે સ્ક્રીન શેર કરી હતી. આ પછી, તેમણે 'સસુરાલ', 'પ્યાર કિયા તો

ડરના ક્યા' અને 'બેટી બેટે' જેવી, ઘણી યાદગાર

હિન્દી ફિલ્મોમાં પણ અભિનય કર્યો. તેમની અભિનય, સૌમ્યતા અને સ્ક્રીન પ્રેઝન્સ આજે પણ ભારતીય સિનેમાનો વારસો

માનવામાં આવે છે.

બી સરોજા દેવીના અંગત જીવન વિશે વાત કરીએ તો, તેમનો જન્મ 7

જાન્યુઆરી 1938ના રોજ બેંગ્લોરમાં થયો હતો. તેઓ પોલીસ અધિકારી

ભૈરપ્પા અને રુદ્રમ્માના ચોથા સંતાન હતા. સરોજા દેવીને ફિલ્મ ઉદ્યોગમાં માત્ર

અભિનેત્રી તરીકે જ નહીં, પરંતુ એક

ટ્રેન્ડસેટર તરીકે પણ યાદ કરવામાં આવે છે. 1960ના દાયકામાં, તેમણે સાડી, ઘરેણાં અને

હેરસ્ટાઇલમાં નવા ટ્રેન્ડ શરૂ કર્યા. 'કિત્તુર ચેન્નમ્મા', 'બબ્રુવાહન' અને 'અન્ના થાંગી' જેવી ફિલ્મોમાં તેમના યાદગાર અભિનય માટે તેમની ખાસ પ્રશંસા

થાય છે.

તમિલ સિનેમાના દિગ્ગજ અભિનેત્રી બી. સરોજા દેવીનું સોમવારે,87 વર્ષની વયે

બેંગલુરુના મલ્લેશ્વરમ ખાતેના તેમના નિવાસસ્થાને અવસાન થયું. સરોજા દેવીએ દક્ષિણ

ભારતીય ફિલ્મ ઉદ્યોગ, ખાસ કરીને તમિલ

અને કન્નડ સિનેમા દ્વારા લાખો ચાહકોના હૃદય પર અમીટ છાપ છોડી.

હિન્દુસ્થાન સમાચાર / લોકેશ ચંદ્ર દુબે / સુનિલ સક્સેના

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande