'આંખો કી ગુસ્તાખિયાં', બોક્સ ઓફિસ પર 'માલિક' ની સરખામણીમાં ફિક્કી પડી ગઈ
નવી દિલ્હી, 13 જુલાઈ (હિ.સ.) રાજકુમાર રાવની ''માલિક'' અને વિક્રાંત મેસીની ''આંખો કી ગુસ્તાખિયાં'' એક જ દિવસે, 11 જુલાઈના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. બંને ફિલ્મોને દર્શકો અને વિવેચકો તરફથી મિશ્ર પ્રતિભાવો મળ્યા હતા, પરંતુ બોક્સ ઓફિસ પર પરિસ
'માલિક'


નવી દિલ્હી, 13 જુલાઈ (હિ.સ.) રાજકુમાર રાવની 'માલિક' અને વિક્રાંત મેસીની 'આંખો કી ગુસ્તાખિયાં' એક જ દિવસે, 11 જુલાઈના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. બંને ફિલ્મોને દર્શકો અને વિવેચકો તરફથી મિશ્ર પ્રતિભાવો મળ્યા હતા, પરંતુ બોક્સ ઓફિસ પર પરિસ્થિતિ અલગ હતી. 'માલિક' કમાણીની દ્રષ્ટિએ સ્પષ્ટ રીતે આગળ હતી, જ્યારે 'આંખો કી ગુસ્તાખિયાં' પહેલા દિવસે જ નબળી સાબિત થઈ હતી અને બીજા દિવસે પરિસ્થિતિ વધુ ખરાબ થઈ ગઈ હતી. ફિલ્મની ગતિ એટલી ધીમી હતી કે, માત્ર બે દિવસમાં જ તેની સ્થિતિ લગભગ પાટા પરથી ઉતરી ગઈ હતી.

બોક્સ ઓફિસ ટ્રેકર સૈકનિલ્ક અનુસાર, 'માલિક'એ રિલીઝના બીજા દિવસે સારો ઉછાળો કર્યો હતો. જ્યારે ફિલ્મે પહેલા દિવસે 3.75 કરોડ રૂપિયાની કમાણી કરી હતી, ત્યારે બીજા દિવસે તેની કમાણી વધીને 5.25 કરોડ રૂપિયા થઈ ગઈ હતી. આ રીતે, ફિલ્મે બે દિવસમાં કુલ 9 કરોડ રૂપિયાની કમાણી કરી છે. સપ્તાહના અંતે ફિલ્મની શરૂઆત સારી રહી હતી, અને હવે બધાની નજર રવિવારની કમાણી પર છે, જ્યાં વ્યવસાયમાં વધુ વૃદ્ધિ થવાની અપેક્ષા છે. 'માલિક'નું કુલ બજેટ લગભગ 54 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે, તેથી ફિલ્મને હિટ થવાના માર્ગ પર રહેવા માટે આગામી દિવસોમાં સારી કમાણી કરવી પડશે.

વિક્રાંત મેસી અને શનાયા કપૂર અભિનીત ફિલ્મ 'આંખો કી ગુસ્તાખિયાં', બોક્સ ઓફિસ પર ખૂબ જ નબળી દેખાઈ રહી છે. શરૂઆતના આંકડા જોતાં, એવું કહી શકાય કે ફિલ્મ સુપરફ્લોપના માર્ગ પર છે. પહેલા દિવસે માત્ર 30 લાખ રૂપિયાની કમાણી કરનારી આ ફિલ્મનો, બીજા દિવસનો રિપોર્ટ પણ ખૂબ ઉત્સાહજનક નહોતો. બીજા દિવસે 'આંખો કી ગુસ્તાખિયાં' માત્ર 43 લાખ રૂપિયાની કમાણી કરી શકી. આ રીતે, બે દિવસમાં ફિલ્મનું કુલ કલેક્શન ફક્ત 73 લાખ રૂપિયા સુધી પહોંચ્યું છે, જે મોટી સ્ટાર કાસ્ટ ધરાવતી ફિલ્મ માટે ખૂબ જ નિરાશાજનક આંકડો છે.

હિન્દુસ્થાન સમાચાર / લોકેશ ચંદ્ર દુબે / સુનિત નિગમ

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande