છત્તીસગઢના ભૂતપૂર્વ મુખ્યમંત્રી ભૂપેશ બઘેલના પુત્ર ચૈતન્યની ઈડી એ અટકાયત કરી
રાયપુર, નવી દિલ્હી, 18 જુલાઈ (હિ.સ.). છત્તીસગઢના ભૂતપૂર્વ મુખ્યમંત્રી ભૂપેશ બઘેલના પુત્ર ચૈતન્ય બઘેલને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી) દ્વારા કસ્ટડીમાં લેવામાં આવ્યા છે. સૂત્રોએ જણાવ્યું હતું કે, દારૂ કૌભાંડ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં ઈડી એ આ કાર્
ચૈતન્યની ઈડી એ અટકાયત કરી


રાયપુર, નવી દિલ્હી, 18 જુલાઈ (હિ.સ.). છત્તીસગઢના ભૂતપૂર્વ મુખ્યમંત્રી ભૂપેશ બઘેલના પુત્ર ચૈતન્ય બઘેલને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી) દ્વારા કસ્ટડીમાં લેવામાં આવ્યા છે.

સૂત્રોએ જણાવ્યું હતું કે, દારૂ કૌભાંડ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં ઈડી એ આ કાર્યવાહી કરી છે. ઈડીએ આજે સવારે ભૂપેશ બઘેલ અને તેમના પુત્ર ચૈતન્યના ઠેકાણાઓ પર દરોડા પાડવાનું શરૂ કર્યું હતું.

એવું કહેવામાં આવી રહ્યું છે કે, ચૈતન્યને રાયપુર ઓફિસ લઈ જવામાં આવ્યો છે. ભૂપેશ બઘેલના સમર્થકોને ચૈતન્યની અટકાયતના સમાચાર મળતાં જ ત્યાં સૂત્રોચ્ચાર શરૂ થઈ ગયા.

ભૂપેશ બઘેલના ભૂતપૂર્વ મીડિયા સલાહકાર વિનોદ વર્માએ પત્રકારોને જણાવ્યું હતું કે, અગાઉ જ્યારે ઈડીએ દરોડો પાડ્યો હતો ત્યારે ભૂપેશ બઘેલનો જન્મદિવસ હતો અને આજે જ્યારે ટીમે દરોડો પાડ્યો હતો ત્યારે ચૈતન્ય બઘેલનો જન્મદિવસ હતો. આજે ઈડી દ્વારા ચૈતન્યને કસ્ટડીમાં લેવામાં આવ્યા છે. સૂત્રો કહે છે કે મની લોન્ડરિંગના સંબંધમાં તેમની અટકાયત કરવામાં આવી છે. ઈડીના દરોડા વચ્ચે ભૂપેશ બઘેલ ચોમાસુ સત્રના છેલ્લા દિવસે વિધાનસભા પહોંચ્યા છે. ભિલાઈ 3 પદુમ નગર સ્થિત તેમના નિવાસસ્થાનેથી વિધાનસભા માટે રવાના થતા પહેલા, ભૂપેશ બઘેલે પત્રકારો સાથે વાત કરતા આરોપ લગાવ્યો હતો કે ભાજપ સરકાર કેન્દ્રીય એજન્સીઓનો દુરુપયોગ કરી રહી છે. તેમણે કહ્યું હતું કે, જેને કંઈ કરવું હોય, તેને કરવા દો, મને ન્યાયતંત્રમાં વિશ્વાસ છે.

તેમણે કાર્યકરોને કહ્યું કે, મને તોડવાના પ્રયાસો થઈ રહ્યા છે પરંતુ હું હાર માનીશ નહીં.

હિન્દુસ્થાન સમાચાર / કેશવ કેદારનાથ શર્મા / પવન કુમાર

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande