નવી દિલ્હી, 18 જુલાઈ (હિ.સ.) સતત બીજા સપ્તાહે વિદેશી હૂંડિયામણ ભંડારમાં
ઘટાડો થયો છે. 11 જુલાઈના રોજ
પૂરા થયેલા સપ્તાહમાં દેશનો વિદેશી હૂંડિયામણ ભંડાર 3.06 અરબ ડોલર ઘટીને 696.67 અરબ ડોલર થયો
છે. અગાઉના સપ્તાહમાં, વિદેશી હૂંડિયામણ
ભંડાર 3.05 અરબ ડોલર ઘટીને,
699.74 અરબ ડોલર થયો
હતો.
ભારતીય રિઝર્વ બેંક (આરબીઆઈ) એ શુક્રવારે જાહેર કરેલા આંકડામાં જણાવ્યું
હતું કે,” 11 જુલાઈના રોજ
પૂરા થયેલા સપ્તાહમાં દેશનો વિદેશી હૂંડિયામણ ભંડાર 3.06 અરબ ડોલર ઘટીને 696.67 અરબ ડોલર થયો
છે.”
માહિતી અનુસાર, આ સમયગાળા દરમિયાન, વિદેશી હૂંડિયામણ ભંડારનો મુખ્ય ઘટક, વિદેશી હૂંડિયામણ
સંપત્તિ 2.48 કરોડ ડોલર ઘટીને
588.81 અરબ ડોલર થઈ ગઈ
છે.
આરબીઆઈના જણાવ્યા અનુસાર, “11 જુલાઈના રોજ પૂરા થયેલા સપ્તાહ દરમિયાન સોનાના ભંડારનું
મૂલ્ય 49.8 કરોડ ડોલર ઘટીને
84.35 અરબ ડોલર થયું
છે. માહિતી અનુસાર, આ સમયગાળા
દરમિયાન, સ્પેશિયલ ડ્રોઇંગ
રાઇટ્સ (એસડીઆર) $66 મિલિયન ઘટીને 18.80 અરબ ડોલર થયું
છે. તેવી જ રીતે, આંતરરાષ્ટ્રીય
નાણાકીય ભંડોળ (આઇએમએફ) પાસે ભારતનું
અનામત પણ 24 કરોડ ડોલર મિલિયન
ઘટીને 4.71 અરબ ડોલર થયું
છે.”
સપ્ટેમ્બર 2024 ના અંતમાં દેશનો વિદેશી હૂંડિયામણ ભંડાર 704.88 અરબ ડોલરના
સર્વકાલીન ઉચ્ચ સ્તરે પહોંચી ગયો હતો.
હિન્દુસ્થાન સમાચાર / પ્રજેશ શંકર / સુનિત નિગમ
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ