મની લોન્ડરિંગ કેસમાં રોબર્ટ વાડ્રા સામે 24 જુલાઈએ સુનાવણી
નવી દિલ્હી, 18 જુલાઈ (હિ.સ.). દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે, રોબર્ટ વાડ્રા સાથે સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં સુનાવણી મુલતવી રાખી છે. કોર્ટે અહલમદ પાસેથી દસ્તાવેજો સંબંધિત રિપોર્ટ માંગ્યો છે. કેસની આગામી સુનાવણી 24 જુલાઈએ થશે. 17 જુલાઈના રોજ, એન્ફોર્સમ
રાઉઝ એવન્યુ કોર્ટ


નવી દિલ્હી, 18 જુલાઈ (હિ.સ.). દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે, રોબર્ટ વાડ્રા સાથે સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં સુનાવણી મુલતવી રાખી છે. કોર્ટે અહલમદ પાસેથી દસ્તાવેજો સંબંધિત રિપોર્ટ માંગ્યો છે. કેસની આગામી સુનાવણી 24 જુલાઈએ થશે.

17 જુલાઈના રોજ, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી) એ હરિયાણાના શિકોહપુર જમીન સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં રોબર્ટ વાડ્રા સામે ચાર્જશીટ દાખલ કરી હતી. તેમાં વાડ્રા અને અન્ય 10 લોકોના નામ છે. તેમની કંપની, મેસર્સ સ્કાય લાઇટ હોસ્પિટાલિટી પ્રાઇવેટ લિમિટેડનું નામ પણ શામેલ છે. ED એ મની લોન્ડરિંગ કેસમાં રોબર્ટ વાડ્રા અને તેમની કંપનીની 37.64 કરોડ રૂપિયાની 43 મિલકતો જપ્ત કરી છે.

આ કેસ 2008 માં શરૂ થયો હતો. જમીનનો સોદો ગુરુગ્રામના શિકોહપુરમાં થયો હતો. સ્કાય લાઇટ હોસ્પિટાલિટીએ માત્ર 7.50 કરોડ રૂપિયામાં સાડા ત્રણ એકર જમીન ખરીદી હતી. વાડ્રા આ કંપનીમાં ડિરેક્ટર હતા. આ જમીન ઓમકારેશ્વર પ્રોપર્ટીઝ પાસેથી ખરીદવામાં આવી હતી. આ જમીનની માલિકી માત્ર 24 કલાકમાં વાડ્રાની કંપનીને ટ્રાન્સફર કરવામાં આવી હતી.

સ્કાય લાઈટ હોસ્પિટાલિટીએ, 2012માં આ જ જમીન ડીએલએફ ને 58 કરોડ રૂપિયામાં વેચી દીધી હતી. તેનાથી કંપનીને મોટો નફો થયો. 2018માં આ કેસમાં એફઆઈઆર નોંધવામાં આવી હતી.

હિન્દુસ્થાન સમાચાર/અમરેશ દ્વિવેદી/સંજીવ પાશ

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande