ટીઆરએફ ને વૈશ્વિક આતંકવાદી સંગઠન જાહેર કરવાનું, ભારતે સ્વાગત કર્યું
નવી દિલ્હી, 18 જુલાઈ (હિ.સ.). પ્રતિબંધિત આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબાના સંગઠન ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ (ટીઆરએફ) ને, વૈશ્વિક આતંકવાદી સંગઠન જાહેર કરવાના યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટ અને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના નિર્ણયનું ભારતે સ્વાગત કર્યું છે. વિદેશ મં
પ્રતીકાત્મક


નવી દિલ્હી, 18 જુલાઈ (હિ.સ.). પ્રતિબંધિત આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબાના સંગઠન ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ (ટીઆરએફ) ને, વૈશ્વિક આતંકવાદી સંગઠન જાહેર કરવાના યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટ અને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના નિર્ણયનું ભારતે સ્વાગત કર્યું છે.

વિદેશ મંત્રાલયે આજે અહીં એક નિવેદનમાં જણાવ્યું હતું કે, ભારત સરકાર ટીઆરએફ ને વિદેશી આતંકવાદી સંગઠન (એફટીઓ) અને સ્પેશિયલ ગ્લોબલ ટેરરિસ્ટ (એસડીજીટી) તરીકે નિયુક્ત કરવાના અમેરિકી વિદેશ વિભાગના નિર્ણયનું સ્વાગત કરે છે. અમે આ સંદર્ભમાં સેક્રેટરી ઓફ સ્ટેટ માર્કો રુબિયોના નેતૃત્વને સ્વીકારીએ છીએ અને પ્રશંસા કરીએ છીએ.

નિવેદન અનુસાર, પાકિસ્તાન સ્થિત આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબાનું પ્રોક્સી ટીઆરએફ, 22 એપ્રિલે જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં નાગરિકો પર થયેલા જઘન્ય હુમલા સહિત ઘણી આતંકવાદ સંબંધિત પ્રવૃત્તિઓમાં સામેલ રહ્યું છે. તેણે આની જવાબદારી પણ બે વાર લીધી છે.

વિદેશ મંત્રાલયે કહ્યું કે ભારતે આતંકવાદ સામેની લડાઈ અને આતંકવાદી માળખાને નાબૂદ કરવામાં વૈશ્વિક સહયોગની જરૂરિયાત પર સતત ભાર મૂક્યો છે. ટીઆરએફ ને વૈશ્વિક આતંકવાદી સંગઠન તરીકે નિયુક્ત કરવું, એ સમયસર અને મહત્વપૂર્ણ પગલું છે. તે આતંકવાદ સામે ભારત અને અમેરિકા વચ્ચેના ઊંડા સહયોગને પ્રતિબિંબિત કરે છે.

નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, ભારત આતંકવાદ પ્રત્યે શૂન્ય સહિષ્ણુતાની નીતિ માટે પ્રતિબદ્ધ છે અને આતંકવાદી સંગઠનો અને તેમના સહયોગીઓને જવાબદાર ઠેરવવા માટે તેના આંતરરાષ્ટ્રીય ભાગીદારો સાથે નજીકથી કામ કરવાનું ચાલુ રાખશે.

હિન્દુસ્થાન સમાચાર / સચિન બુધૌલિયા / મુકુન્દ

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande