હરિયાણાના ફરીદાબાદમાં 3.2 ની તીવ્રતાનો ભૂકંપ, રાજ્યમાં સતત ભૂસ્તરશાસ્ત્રીય ગતિવિધિઓ
ફરીદાબાદ, નવી દિલ્હી, 22 જુલાઈ (હિ.સ.) રાષ્ટ્રીય રાજધાની દિલ્હીને અડીને આવેલા હરિયાણાના ફરીદાબાદમાં આજે સવારે 6 વાગ્યે ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 3.2 માપવામાં આવી હતી. રાષ્ટ્રીય ભૂકંપ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા આ મ
ભૂકંપ


ફરીદાબાદ, નવી દિલ્હી, 22 જુલાઈ (હિ.સ.) રાષ્ટ્રીય રાજધાની દિલ્હીને અડીને આવેલા હરિયાણાના ફરીદાબાદમાં આજે સવારે 6 વાગ્યે ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 3.2 માપવામાં આવી હતી. રાષ્ટ્રીય ભૂકંપ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા આ માહિતી આપવામાં આવી હતી. આ મહિનામાં રાજ્યમાં કેટલાક દિવસોથી સતત ભૂસ્તરશાસ્ત્રીય ગતિવિધિઓ ચાલી રહી છે.

રાષ્ટ્રીય ભૂકંપ વિજ્ઞાન કેન્દ્ર અનુસાર, આજે ફરીદાબાદમાં આવેલા ભૂકંપને કારણે જમીનથી પાંચ કિલોમીટર નીચે ઊંડાઈએ હલચલ મચી ગઈ હતી. ભૂકંપના આંચકા અનુભવાતા જ લોકો પોતાના ઘરોમાંથી બહાર નીકળી ગયા હતા.

ઉલ્લેખનીય છે કે, 16 જુલાઈના રોજ રાત્રે 12:46 વાગ્યે હરિયાણાના રોહતક જિલ્લામાં 3.3 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. જમીનથી તેની ઊંડાઈ 10 કિલોમીટર હતી.

11 જુલાઈના રોજ ઝજ્જર જિલ્લામાં 3.7 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. સાંજે 7:49 વાગ્યે આ ભૂકંપ અનુભવાયો હતો. ભૂકંપનું કેન્દ્ર છારા ગામ હતું. તેની ઊંડાઈ 10 કિલોમીટર હતી. તેનું અક્ષાંશ 28.68 અને રેખાંશ 76.72 હતું. ઝજ્જર ઉપરાંત, જિલ્લાના બેરી, બહાદુરગઢ તેમજ રોહતક અને જીંદમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા.

10 જુલાઈના રોજ, ઝજ્જરમાં સવારે બે મિનિટના અંતરે બે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. પહેલો આંચકો સવારે 9:૦4 વાગ્યે અને બીજો આંચકો સવારે 9:૦6 વાગ્યે અનુભવાયો હતો.

હિન્દુસ્થાન સમાચાર / મુકુંદ

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande