લંડન, નવી દિલ્હી, 24 જુલાઈ (હિ.સ.)
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બુધવારે બે દિવસની સત્તાવાર મુલાકાતે લંડન પહોંચ્યા, જ્યાં ભારતીય
સમુદાયના લોકોએ તેમનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું. ઉત્સાહી લોકોની ભીડ, હાથમાં
ત્રિરંગો પકડી તેમનું સ્વાગત કરતી જોવા મળી હતી.પ્રધાનમંત્રી
મોદીએ તેમનું સ્વાગત કરવા ઉભેલા લોકો પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી અને તેને
હૃદયસ્પર્શી ગણાવી.
પ્રધાનમંત્રી મોદી તેમના વિદેશ પ્રવાસના, પહેલા તબક્કામાં
લંડન પહોંચ્યા છે.જ્યાં ભારતીય સમુદાય દ્વારા તેમનું ઉષ્માભર્યું સ્વાગત
કરવામાં આવ્યું. તેમની એક્સ પોસ્ટમાં આની ઘણી તસવીરો શેર કરતા તેમણે લખ્યું છે કે,” યુકેમાં ભારતીય સમુદાયના ઉષ્માભર્યા સ્વાગતથી, હું અભિભૂત
છું. ભારતની પ્રગતિ માટે તેમનો સ્નેહ અને જુસ્સો હૃદયસ્પર્શી છે.”
પ્રધાનમંત્રી તરીકે નરેન્દ્ર મોદીની, બ્રિટનની આ ચોથી
મુલાકાત છે.જેમાં બે દિવસની મુલાકાતે લંડન પહોંચ્યા છે. તેમની
મુલાકાતમાં, ભારત-યુકે મુક્ત
વેપાર કરાર (એફટીએ) પર હસ્તાક્ષર
થવાના છે.જે બંને દેશો વચ્ચે દ્વિપક્ષીય વેપારને નવી ઊંચાઈ આપશે. આ
મુલાકાત દરમિયાન, મોદી રાજા
ચાર્લ્સ ત્રીજા અને બ્રિટિશના પ્રધાનમંત્રી કીર સ્ટારમરને તેઓ મળશે.
બ્રિટિશ પ્રધાનમંત્રી કીર સ્ટારમર પણ ભારત અને બ્રિટન
વચ્ચેના એફટીએઅંગે ખૂબ જ
ઉત્સાહિત છે. તેમણે પ્રધાનમંત્રી મોદીને મળતા પહેલા એક નિવેદન બહાર પાડીને કહ્યું
છે કે,” લગભગ 6 બિલિયન પાઉન્ડ
(લગભગ 63000 કરોડ રૂપિયા)ના
રોકાણ અને વેપાર સોદાઓ પર સંમતિ સધાઈ છે.” તેમણે કહ્યું, “'ભારત સાથે
ઐતિહાસિક વેપાર કરાર, જે હજારો નવી નોકરીઓનું સર્જન કરશે, વ્યવસાયો માટે
નવી તકો ખોલશે અને વિકાસ લાવશે.”
હિન્દુસ્થાન સમાચાર / સંજીવ પાશ
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ