માલે, નવી દિલ્હી,25 જુલાઈ (હિ.સ.)
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, યુકે પ્રવાસ પૂર્ણ કર્યા પછી, શુક્રવારે માલદીવની બે દિવસીય મુલાકાતે માલે
પહોંચ્યા. માલદીવ પહોંચ્યા બાદ, રાષ્ટ્રપતિ મોહમ્મદ મોઇઝુ અને તેમના મંત્રીમંડળે વડાપ્રધાન
મોદીનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું.
સન ઓનલાઈન અનુસાર, આજે સવારે માલદીવ એરપોર્ટ પર રાષ્ટ્રપતિ મોહમ્મદ મોઇઝુ અને
વિદેશ મંત્રી અબ્દુલ્લા ખલીલ સહિત, અન્ય કેબિનેટ સાથીઓએ વડા પ્રધાન મોદીનું સ્વાગત
કર્યું. રાષ્ટ્રપતિ મોઇઝુએ વડાપ્રધાન મોદીને ગળે લગાવ્યા. વડાપ્રધાન મોદી માલદીવના
રાષ્ટ્રપતિ મુઇઝુના આમંત્રણ પર માલદીવ પહોંચ્યા છે.
માલદીવના સ્વતંત્રતા દિવસની 60મી વર્ષગાંઠ પર મોદીને મુખ્ય મહેમાન તરીકે
આમંત્રણ આપવામાં આવ્યું છે. આ વર્ષે ભારત અને માલદીવ વચ્ચે રાજદ્વારી સંબંધોના 60 વર્ષ પૂર્ણ થયા
છે.
હિન્દુસ્થાન સમાચાર / સંજીવ પાશ
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ