-55૦ અબજ ડોલરના
સોદાથી અમેરિકાને મોટો ફાયદો થશે, ભારત સાથેની વાતચીત હજુ અધૂરી છે
વોશિંગ્ટન/ટોક્યો, નવી દિલ્હી, 24 જુલાઈ (હિ.સ.) અમેરિકા અને જાપાન વચ્ચે
અત્યાર સુધીનો સૌથી મોટો વેપાર સોદો થયો છે, જેમાં લગભગ 55૦ અબજ ડોલરનું રોકાણ શામેલ છે. આ સોદાની
જાહેરાત કરતા, યુએસ પ્રમુખ
ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે જાપાન પહેલીવાર અમેરિકા માટે પોતાનું બજાર સંપૂર્ણપણે
ખોલવા માટે સંમત થયું છે,
અને આ પગલું
અમેરિકન વેપારને મોટો વેગ આપશે.
ડોનાલ્ડ ટ્રમ્પે તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'ટ્રુથ સોશિયલ' પર લખ્યું, હું ત્યારે જ
ટેરિફ દૂર કરીશ જ્યારે કોઈ દેશ અમેરિકા માટે પોતાનું બજાર ખોલવા માટે તૈયાર હશે.
જો આવું નહીં થાય, તો વધુ ટેરિફ
લાદવામાં આવશે. જાપાનનું ઉદાહરણ આપતા તેમણે કહ્યું કે,” હવે તે ટેરિફનો
ઉપયોગ વ્યૂહાત્મક હથિયાર તરીકે કરી રહ્યો છે, જેથી અન્ય દેશો અમેરિકા સાથે ખુલ્લેઆમ વેપાર કરી શકે.”
પ્રેસિડેન્ટ ટ્રમ્પના મતે, આ સોદાથી લાખો નવી નોકરીઓ સર્જાશે અને
અમેરિકાને તેનો 9૦ ટકા લાભ મળશે. તેમણે એમ પણ જણાવ્યું કે,” જાપાન 15% પારસ્પરિક ટેરિફ
લાદવા સંમત થયું છે, જે બંને દેશો
વચ્ચેના વેપારને સંતુલિત કરશે.”
ફિલિપાઇન્સ અને ઇન્ડોનેશિયા સાથે પણ કરાર-
આ સાથે, ટ્રમ્પે ફિલિપાઇન્સ અને ઇન્ડોનેશિયા સાથે, વેપાર કરારોની પણ
જાહેરાત કરી છે. હવે આ બંને દેશોમાંથી આયાત થતી વસ્તુઓ પર 19% ડ્યુટી લાદવામાં
આવશે. અમેરિકાના વેપાર હિતોનું રક્ષણ કરવા માટે આ પગલું લેવામાં આવ્યું છે.
ભારત-અમેરિકા વેપાર કરાર પર અનિશ્ચિતતા રહે છે-
જ્યારે જાપાન, ફિલિપાઇન્સ અને ઇન્ડોનેશિયા સાથે અમેરિકાના વેપાર સંબંધો
આગળ વધી રહ્યા છે, ત્યારે ભારત અને
અમેરિકા વચ્ચેના વેપાર કરાર અંગે હજુ પણ ચિત્ર સ્પષ્ટ નથી. વેપાર વાટાઘાટો માટે
અમેરિકા ગયેલું ભારતીય પ્રતિનિધિમંડળ તાજેતરમાં સ્વદેશ પરત ફર્યું છે, અને હવે અમેરિકન
પ્રતિનિધિમંડળ ઓગસ્ટના બીજા અઠવાડિયામાં ભારતની મુલાકાત લેશે.
હિન્દુસ્થાન સમાચાર / આકાશ કુમાર રાય / પ્રભાત મિશ્રા
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ