અમરેલી 27 જુલાઈ (હિ.સ.) અમરેલી જિલ્લાની પોલીસ દ્વારા વધુ એક સફળ કાર્યવાહી કરતા વડિયા તાલુકાના ઢુંઢીયા પીપળીયા ગામમાં બનેલી લૂંટ તથા ડબલ મર્ડરના ચોંકાવનારા ગુનાનો ભેદ ઉકેલવામાં આવ્યો છે. આવી ગંભીર ઘટનામાં વૃદ્ધ દંપતી પર હુમલો કરીને તેમની હત્યા બાદ લૂંટ ચલાવનાર ચાર આરોપીઓને અમરેલી જિલ્લા પોલીસે ઝડપી પાડ્યા છે.
ઘટના અંગે પ્રાપ્ત વિગતો અનુસાર, કેટલીક દિવસ પહેલા ઢુંઢીયા પીપળીયા ગામમાં રહેતા વૃદ્ધ પતિ-પત્ની પર અજાણ્યા શખ્સોએ ઘરમાં ઘૂસી જતાં લાકડીઓ અને ધારદાર હથિયારથી હુમલો કર્યો હતો. હુમલામાં બંનેનો ભોગ વીંટાયો હતો અને ઘરમાંથી રોકડ રકમ તથા કીમતી વસ્તુઓની લૂંટ ચલાવવામાં આવી હતી. ઘટનાથી સમગ્ર વિસ્તારમા ભયનો માહોલ છવાઈ ગયો હતો.
ઘટનાને ગંભીરતાથી લઈ અમરેલી જિલ્લા પોલીસ દ્વારા વિશેષ ટીમ રચી ગુનાની ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી. સીસીટીવી ફૂટેજ, ટેક્નિકલ એનાલિસિસ અને ઇન્ટેલિજન્સના આધારે પોલીસે ચાર આરોપીઓને ઝડપી લીધા છે. પોલીસે આરોપીઓ પાસેથી લૂંટી લાયેલી મત્તા પણ જપ્ત કરી છે.
આ સમગ્ર ડીટેક્શન માટે અમરેલી જિલ્લા પોલીસ અધિક્ષક શ્રીની નેતૃત્વમાં કામગીરી યોજાઈ હતી. સમગ્ર ટીમના સતત પ્રયાસ અને ચોકસાઈના કારણે અનડીટેકટ ગણાતો ડબલ મર્ડર વિથ લૂંટનો ગુનો સફળતાપૂર્વક ડીટેકટ થયો છે, જેને કારણે સ્થાનિક લોકોએ પોલીસના અભિનંદન પાઠવ્યા છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai