વડોદરા, 27 જુલાઈ (હિ.સ.)- ગોત્રી નિલામ્બર સર્કલ પાસે ટ્રાફિક જામી ગયા બાદ પોલીસને શંકાસ્પદ રીતે પાર્ક કરાયેલો એક ડમ્પર મળ્યો હતો, જે પર ON DUTY VMSS લખ્યું હતું. પોલીસે તરત કાર્યવાહી કરી ડમ્પરને કબજે કરી તેનું ડ્રાઈવર સુરેન્દ્રસિંહ પરમાર (રહે. નવા શિહોરા, ડેસર, વડોદરા) ને ધરપકડમાં લીધો હતો.
પોલીસ તપાસમાં ખુલ્યું કે ડમ્પર વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન (VMSS) સાથે કોઈ પણ અધિકૃત કામ અથવા કોન્ટ્રાક્ટમાં ન હતો. એટલે કે ઓન ડ્યુટી VMSS લખાણ માત્ર દેખાવ માટેનું હતું.
અધિકારીઓએ જણાવ્યું કે ડમ્પર ખોટા શિર્ષક હેઠળ શહેરી વિસ્તારમાં છૂટાછવાયા દોરે ફરે છે કે કેમ તે દિશામાં પણ તપાસ કરવામાં આવશે. હાલ ડ્રાઈવર સામે ગુનો દાખલ કરીને આગળની કાર્યવાહી શરૂ કરાઈ છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે