ચાર વરસાદી સિસ્ટમના પગલે કચ્છમાં પાંચ દિવસ વરસાદની આગાહી
ભુજ – કચ્છ, 27 જુલાઈ (હિ.સ.) રાજ્ય પર સર્જાયેલી ચાર અલગ-અલગ વરસાદી સિસ્ટમની અસર તળે કચ્છ સહિત રાજ્યમાં વરસાદી ગતિવિધિ વધવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગે પાંચ દિવસ સુધી કચ્છમાં અનેક સ્થળે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. જોકે, હળ
કચ્છમાં વરસાદની આગાહી


ભુજ – કચ્છ, 27 જુલાઈ (હિ.સ.) રાજ્ય પર સર્જાયેલી ચાર અલગ-અલગ વરસાદી સિસ્ટમની અસર તળે કચ્છ સહિત રાજ્યમાં વરસાદી ગતિવિધિ વધવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગે પાંચ દિવસ સુધી કચ્છમાં અનેક સ્થળે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે.

જોકે, હળવાથી મધ્યમ વરસાદની સંભાવના

જિલ્લામાં બે દિવસથી વાદળછાયું વાતાવરણ સર્જાયું છે. ઉઘાડ વચ્ચે આકાશમાં વાદળોની સામાન્ય અવરજવર જોવા મળી હતી. હવામાન નિષ્ણાતોનું માનીએ તો બંગાળની ખાડીમાં સર્જાયેલી સિસ્ટમનો વધુ પ્રભાવ ઉત્તર-મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં જોવા મળવાનો છે. કચ્છ અને સૌરાષ્ટ્રમાં તેની ધારણા કરતાં ઓછી અસર જોવા મળશે. એટલે જ હવામાન વિભાગે જારી કરેલા પાંચ દિવસના વર્તારામાં કચ્છમાં હળવાથી મધ્યમ વરસાદ વરસવાની શક્યતા જ દેખાડી છે.

ગતિવિધિમાં આગામી સમયમાં વધારો

સિસ્ટમનો ટ્રેક હજુ થોડો નીચો આવે તો કચ્છને પણ વરસાદના એક સારા રાઉન્ડનો લાભ મળી શકે તેમ છે. હાલની સ્થિતિએ કચ્છમાં વરસાદી ગતિવિધિમાં વધારો ચોક્કસથી જોવા મળશે.

હિન્દુસ્થાન સમાચાર / BHAVIN KAILASHCHANDRA VORA


 rajesh pande