સુત્રાપાડાના મટાણા ગામે શ્રીપાધેશ્વરી આશ્રમ ખાતે શ્રીમદ્ ભાગવત કથા અને વિષ્ણુયાગ મહાયજ્ઞ ભવ્ય રીતે સંપન્ન
ગીર સોમનાથ 27 જુલાઈ (હિ.સ.) સુત્રાપાડા તાલુકાના મટાણા ગામની સીમ ખાતે આવેલા પાવન પાધેશ્વરી આશ્રમ ખાતે શ્રીમદ્ ભાગવત કથા તથા વિષ્ણુયાગ મહાયજ્ઞનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ વિશિષ્ટ ધાર્મિક કાર્યક્રમનું આયોજન મહંત શ્રી કરસનદાસ બાપુ (ઉપવાસી) દ્વા
ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા તાલુકાના


ગીર સોમનાથ 27 જુલાઈ (હિ.સ.) સુત્રાપાડા તાલુકાના મટાણા ગામની સીમ ખાતે આવેલા પાવન પાધેશ્વરી આશ્રમ ખાતે શ્રીમદ્ ભાગવત કથા તથા વિષ્ણુયાગ મહાયજ્ઞનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.

આ વિશિષ્ટ ધાર્મિક કાર્યક્રમનું આયોજન મહંત શ્રી કરસનદાસ બાપુ (ઉપવાસી) દ્વારા સંચાલિત થયું હતું. આ આશ્રમ ચાર ગામોની સીમાડે હોવા છતાં, આજુબાજુના વિસ્તારોમાંથી ભક્તજનો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

કથાવાચક પૂ. દીપકભાઈ જોશી (વેરાવળ) દ્વારા શ્રીમદ્ ભાગવત કથાનું ભાવપૂર્ણ પઠન કરવામાં આવ્યું, જેમાં તેમણે પોતાની હૃદયસ્પર્શી શૈલીમાં ભાવિક ભક્તોને મંત્રમુગ્ધ કર્યા હતા.

વિષ્ણુયાગ મહાયજ્ઞના આચાર્ય તરીકે શ્રી કરણભાઈ જોશી, યશભાઈ જોષી તથા કશ્યપભાઈ જોશીે યજ્ઞની સંપૂર્ણ નિયમપાલક રીતસર યજમાનોના સહકારથી આહુતિયું કરાવી અને વિશ્વ કલ્યાણ માટે શ્રેષ્ઠ સંકલ્પો સાથે યજ્ઞ સંપન્ન કર્યો.

દરરોજ બપોરે મહાપ્રસાદનું પણ ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં હજારો ભક્તોએ ભોજનનો લાભ લીધો. દરરોજ રાત્રે ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન પણ કરાયું, જેના કારણે સમગ્ર વિસ્તાર ભાવનાત્મક અને આધ્યાત્મિક માહોલથી જગમગી ઉઠ્યો હતો.

આ ધાર્મિક કાર્યક્રમનો લાભ મટાણા, કોળવણ, ટુકડા, પામલિયા સહિત આસપાસના અનેક ગામોના ભાવિકોએ લાભ લીધો અને આશ્રમના દિવ્ય વાતાવરણમાં ભક્તિની સાક્ષાત્ અનુભૂતિ કરી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande