જામનગરમાં 1962 કરુણા એનિમલ એમ્બ્યુલન્સની ટીમે ગૌ વંશને નવજીવન આપ્યું
જામનગર, 28 જુલાઈ (હિ.સ.) : જામનગર જિલ્લામાં કાર્યરત પશુઓ માટેની 1962 કરુણા એમ્બ્યુલન્સ સેવા અબોલ જીવો માટે આશીર્વાદરૂપ સાબિત થઈ રહી છે. ગુજરાત સરકાર દ્વારા EMRI ગ્રીન હેલ્થ સર્વિસ દ્વારા સંચાલિત આ નિઃશુલ્ક ફરતું પશુ દવાખાનું ગુજરાતના અનેક ગામડાઓ તેમજ
ગૌવંશ


જામનગર, 28 જુલાઈ (હિ.સ.) : જામનગર જિલ્લામાં કાર્યરત પશુઓ માટેની 1962 કરુણા એમ્બ્યુલન્સ સેવા અબોલ જીવો માટે આશીર્વાદરૂપ સાબિત થઈ રહી છે. ગુજરાત સરકાર દ્વારા EMRI ગ્રીન હેલ્થ સર્વિસ દ્વારા સંચાલિત આ નિઃશુલ્ક ફરતું પશુ દવાખાનું ગુજરાતના અનેક ગામડાઓ તેમજ શહેરોમાં પશુઓને તાત્કાલિક સારવાર પૂરી પાડી રહ્યું છે.

​તાજેતરમાં, જામનગરની વિભાપર ગૌશાળા દ્વારા 1962 હેલ્પલાઈન પર એક ગૌ વંશના પગમાં તકલીફ હોવા અને ચાલી ન શકવા અંગે જાણ કરવામાં આવી હતી. આ માહિતી મળતાં જ, જામનગરની કરુણા એમ્બ્યુલન્સના ડો. જીગરભાઈ કારેણા અને પાઈલોટ કમ ડ્રેસર ભગવાનભાઈ ગલચર તેમજ જામનગર ઝોનના પ્રોગ્રામ મેનેજર ડો.શોએબ ખાન તાત્કાલિક ગૌશાળાએ પહોંચ્યા હતા.

​ગૌ વંશની તપાસ કર્યા બાદ, તેના પગના ભાગે ઓપરેશન કરવાની જરૂરિયાત જણાતા, ડો. શોએબ ખાન, ડો. જીગરભાઈ અને પાઈલોટ કમ ડ્રેસર ભગવાનભાઈ ગલચર દ્વારા આશરે દોઢ કલાકની જહેમત બાદ સફળતાપૂર્વક ઓપરેશન પાર પાડવામાં આવ્યું હતું. આ ઓપરેશનના કારણે ગૌ વંશને પીડામાંથી મુક્ત કરી નવજીવન મળ્યું હતું.

​આ સંપૂર્ણ સેવા નિઃશુલ્ક પૂરી પાડવામાં આવી હતી, જેનાથી ગૌશાળાના સેવકોએ સરકાર પ્રત્યે ખુશી અને આભારની લાગણી વ્યક્ત કરી હતી. આ સફળતાની નોંધ લેતા 1962 અને 10 MVD ના પ્રોગ્રામ મેનેજર ડો. શોએબ ખાન તથા જામનગર જિલ્લાના પ્રોજેક્ટ કોઓર્ડિનેટર ચિંતનભાઈ પંચાલ દ્વારા 1962 કરુણાની ટીમના કાર્યને બિરદાવવામાં આવ્યું હતું. તેમણે જનતાને પણ સરકારની આ નિઃશુલ્ક સેવાનો લાભ લેવા અપીલ કરી હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval NILESHBHAI BHATT


 rajesh pande