મહેસાણા, 28 જુલાઈ (હિ.સ.) : મહેસાણા જિલ્લાના લાખવડ ગામની પગાર કેન્દ્ર શાળામાં વાંચનથી વિકાસ અભિયાન હેઠળ આયોજન કરાયેલ પુસ્તક પ્રદર્શન શિક્ષણ જગતમાં એક સુંદર પહેલ બની રહી. શાળાના નાનાંથી લઈને મોટા ધોરણ સુધીના તમામ વિદ્યાર્થીઓએ આ પ્રદર્શનમાં ઉત્સાહભેર ભાગ લીધો.
પ્રદર્શનના અંતર્ગત ધોરણવાર પુસ્તકોની વૈવિધ્યપૂર્ણ રજૂઆત કરી વિદ્યાર્થીઓને તેમના સ્તર અનુસાર વાંચન માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા. નાનાં વિદ્યાર્થીઓએ સામૂહિક વાંચન અને ચિત્રકથાઓના માધ્યમથી જ્ઞાન મેળવ્યું, જ્યારે મોટા ધોરણના વિદ્યાર્થીઓએ માહિતીપ્રદ પુસ્તકોની સમજ મેળવી પોતાનું જ્ઞાન વિસ્તૃત કર્યું.
કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓએ પુસ્તક મારી મિત્ર છે, વાંચું, સમજૂં અને આગળ વધું જેવા નારાઓ સાથે પુસ્તકપ્રેમ પ્રગટાવ્યો. શિક્ષકોએ પણ બાળકો સાથે સંવાદ સાધીને વાંચનપ્રતિ વિવિદ પ્રવૃત્તિઓ કરાવી.
આ અનોખી પહેલથી બાળકોમાં વાંચન પ્રતિ રસ, ભાષા કૌશલ્ય અને ચિંતનશક્તિ વિકસે તેવા ધ્યેય સાથે શાળાએ સુંદર પ્રયાસ કર્યો, જે ચોક્કસ tule વિદ્યાર્થીઓના ભવિષ્ય માટે મજબૂત પાયા પાથરશે.
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR