પોરબંદર, 28 જુલાઈ (હિ.સ.) નગીનદાસ મોદી પ્લોટમાં રાત્રે સવાબાર વાગ્યે જુગાર રમતી બે મહિલા સહિત પાંચ સામે કાર્યવાહી થઇ છે.કીર્તિમંદિર પોલીસમથકની સર્વેલન્સ ટીમે દરોડો પાડયો હતો.પોરબંદરના નગીનદાસ મોદીપ્લોટ શેરી નં. 4 ની સામે રાત્રે સવાબાર વાગ્યે કેટલાક શખ્સો અને મહિલાઓ જુગાર રમી રહ્યા છે તેવી માહિતી મળતા કીર્તિમંદિર પોલીસમથકની સર્વેલન્સની ટીમે દરોડો પાડયો હતો.
જેમાં નગીનદાસ મોદીપ્લોટ શેરી નં. 5માં રહેતા નીતિન રવજી હરખાણી, શેરીનં. 4માં રહેતા તરૂણ શામજી વાઢેર, શેરીનં.૩માં રહેતા દીપક માવજી ઝાલા તથા શેરીનં ૫માં રહેતી ચંદ્રીકા ગોવિંદ હરખાણી અને ભાનુબેન જયેશ ઢાંકેચા મળી આવ્યા હતા. પોલીસે 13,770ની રોકડ કબ્જે કરીને કાર્યવાહી કરી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya