ઉધના ઝોનની 50થી વધુ સોસાયટીઓમાં તાત્કાલિક ડ્રેનેજ લાઈનની કામગીરીનો આદેશ
સુરત, 28 જુલાઈ (હિ.સ.)-સુરત મહાનગર પાલિકાની આજરોજ મળેલી ગટર સમિતિની બેઠકમાં અધ્યક્ષ કેયુર ચપલવાલા દ્વારા ઉધના ઝોનમાં 50થી વધુ સોસાયટીઓમાં ડ્રેનેજ લાઈનની કામગીરી માટે અખાડા કરનાર અધિકારીઓનો ઉઘડો લેવામાં આવ્યો હતો. હાલમાં જ સ્થાનિક કોર્પોરેટર સોમનાથ મર
Surat


સુરત, 28 જુલાઈ (હિ.સ.)-સુરત મહાનગર પાલિકાની આજરોજ મળેલી ગટર સમિતિની બેઠકમાં અધ્યક્ષ કેયુર ચપલવાલા દ્વારા ઉધના ઝોનમાં 50થી વધુ સોસાયટીઓમાં ડ્રેનેજ લાઈનની કામગીરી માટે અખાડા કરનાર અધિકારીઓનો ઉઘડો લેવામાં આવ્યો હતો. હાલમાં જ સ્થાનિક કોર્પોરેટર સોમનાથ મરાઠે દ્વારા ઉધના ઝોનનાં તત્કાલિન કાર્યપાલક ઈજનેર સુજલ પ્રજાપતિ વિરૂદ્ધ મનસ્વી કામગીરીને કારણે સેંકડો પરિવારોને ડ્રેનેજ કનેકશનથી વંચિત રહેવાનો વારો આવ્યો હોવાના આક્ષેપ કર્યા હતા. અલબત્ત, આજરોજ મળેલી બેઠકમાં ઉધના ઝોનનાં અધિકારીઓને તાત્કાલિક ધોરણે આ તમામ સોસાયટીઓમાં ડ્રેનેજ લાઈનની કામગીરી કરવા સંદર્ભે અલ્ટીમેટમ આપવામાં આવ્યું હતું. આ સિવાય શહેરના તમામ ઝોન વિસ્તારોમાં આવેલ ડ્રેનેજ અને સ્ટ્રોમ ડ્રેનેજનાં ગટરનાં ઢાંકણાઓના સમાન રંગ હોવાને કારણે થનારી સમસ્યા અંગે પણ તંત્રનું ધ્યાન દોરવામાં આવ્યું હતું અને હવે આ પ્રકારની બંને લાઈનોનાં ગટરનાં ઢાંકણાઓને અલગ - અલગ રંગ કરવા અંગે નિર્દેશ કરવામાં આવ્યો હતો.

હાલમાં જ ભારતીય જનતા પાર્ટીનાં કોર્પોરેટર સોમનાથ મરાઠે દ્વારા ઉધના ઝોનનાં વહીવટી તંત્રની મનસ્વી કામગીરીને 50થી વધુ સોસાયટીઓમાં ડ્રેનેજ લાઈનની સમસ્યા યથાવત રહેતાં ભારે વિરોધ કરવામાં આવ્યો હતો. તત્કાલીન ઝોનનાં કાર્યપાલક સુજલ પ્રજાપતિ દ્વારા ડ્રેનેજ લાઈનની કામગીરી કરવાને બદલે સર્વેનાં નામે સુવિધા આપવામાં અખાડા કરવામાં આવ્યા હતા. જેને પગલે સ્થાનિકોમાં પણ ભારે રોષ ફાટી નીકળ્યો હતો. અલબત્ત, આજે મળેલી ગટર સમિતિની બેઠકમાં અધ્યક્ષ કેયુર ચપટવાલા દ્વારા ઉધના ઝોનનાં અધિકારીઓને તાત્કાલિક ધોરણે તમામ સોસાયટીઓમાં ડ્રેનેજ લાઈનની કામગીરી કરવા માટેની સુચના આપી હતી. આ સિવાય શહેરમાં ડ્રેનેજ અને સ્ટ્રોમ ડ્રેનેજ લાઈનનાં ઢાંકણાઓનાં સમાન રંગને પણ દુર કરીને બંને લાઈનનાં ગટરનાં ઢાંકણાઓને અલગ - અલગ રંગ કરવાનો નિર્દેશ આપ્યો હતો.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande