નવી દિલ્હી, 28 જુલાઈ (હિ.સ.) કલાકારો અને તેમના ચાહકોનો એક અનોખો સંબંધ છે.
કેટલાક ચાહકો તેમના મનપસંદ કલાકારો માટે કંઈ પણ કરવા તૈયાર હોય છે. અત્યાર સુધી, ચાહકો દ્વારા
તેમના મનપસંદ કલાકારો માટે કરવામાં આવેલા ઘણા વિચિત્ર, સારા અને અનોખા
કાર્યો સમાચારમાં રહ્યા છે. આવી વાર્તાઓ ભાગ્યે જ સાંભળવા મળે છે, જ્યારે કોઈ
વ્યક્તિ પોતાની આખી મિલકત કોઈ અજાણી વ્યક્તિને સોંપી દે છે. પરંતુ બોલીવુડના
દિગ્ગજ અભિનેતા સંજય દત્ત સાથે આવું જ કંઈક બન્યું, જેણે બધાને આશ્ચર્યચકિત કરી દીધા. તાજેતરમાં, સંજય દત્તે તેમના
જીવનનો એક કિસ્સો શેર કર્યો, જેણે બધાનું ધ્યાન ખેંચ્યું.
બોલીવુડ અભિનેતા સંજય દત્તના જીવનમાં એક એવો
સમય આવ્યો, જેનાથી તેઓ
આશ્ચર્યચકિત થઈ ગયા. 2018 માં, જ્યારે તેમને
પોલીસનો ફોન આવ્યો. તેમને ફોન પર કહેવામાં આવ્યું કે,” તેમની એક મહિલા ચાહકે તેમની
72 કરોડ રૂપિયાની
મિલકત તેમને ટ્રાન્સફર કરી દીધી છે.” આ સમાચાર સાંભળીને સંજય દત્ત દંગ રહી ગયા.
મહિલા ચાહકે બેંકને પત્ર લખીને વિનંતી કરી હતી કે,” તેમની આખી મિલકત સંજય દત્તના
નામે ટ્રાન્સફર કરવામાં આવે, કારણ કે તે તેમને ખૂબ પસંદ કરતી હતી.” હવે સંજય દત્તે પોતે
આ સમગ્ર મામલે પોતાનું મૌન તોડ્યું છે. તેમણે માત્ર ઘટનાની પુષ્ટિ જ નહીં, પણ આ મિલકતનું
શું કર્યું અને શા માટે કર્યું તે પણ જણાવ્યું.
એક ઇન્ટરવ્યુ દરમિયાન, જ્યારે અભિનેતા
સંજય દત્તને પૂછવામાં આવ્યું કે,” શું એ સાચું છે કે એક મહિલા ચાહકે તેમની 72 કરોડ રૂપિયાની
મિલકત તેમને ટ્રાન્સફર કરી હતી!”ત્યારે તેમણે
ખચકાટ વિના આ વાતની પુષ્ટિ કરી અને 'હા'
કહ્યું. આ પછી, જ્યારે તેમને
પૂછવામાં આવ્યું કે,” તેમણે તે રકમનું શું કર્યું, ત્યારે સંજય દત્તે જવાબ આપ્યો, મેં તે મહિલાના
પરિવારને પાછી આપી દીધી. તેમની ઉદારતાએ સાબિત કર્યું કે, તેઓ માત્ર એક મહાન
કલાકાર જ નથી, પરંતુ એક મોટા
દિલના વ્યક્તિ પણ છે.
છેલ્લા કેટલાક દાયકાઓમાં, સંજય દત્તે 'વિધાતા', 'નામ', 'સાજન', 'વાસ્તવ', 'ખલનાયક' અને 'મુન્નાભાઈ MBBS' જેવી સુપરહિટ
ફિલ્મો દ્વારા પોતાને બોલિવૂડના સૌથી પ્રિય સ્ટાર્સમાંના એક બનાવ્યા છે. આજે પણ, તેમની પાસે
જબરદસ્ત ચાહક ફોલોઇંગ છે. જો આપણે તેમના આગામી પ્રોજેક્ટ્સ વિશે વાત કરીએ, તો તેમની ફિલ્મો 'અખંડ 2', 'ધુરંધર' અને 'ધ રાજાસાહેબ' આ વર્ષના અંત
સુધીમાં રિલીઝ થવાની તૈયારીમાં છે. આ ઉપરાંત, તે 2026 માં આવનારી
કન્નડ ફિલ્મ 'કેડી - ધ ડેવિલ' માં પણ
મહત્વપૂર્ણ ભૂમિકા ભજવતો જોવા મળશે.
હિન્દુસ્થાન સમાચાર / લોકેશ ચંદ્ર દુબે /
રામાનુજ શર્મા
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ