ઇબ્રાહિમ અલી ખાને માનવતાનો ચહેરો બતાવ્યો, ચાહકો સાથે સાંકેતિક ભાષામાં વાત કરી
નવી દિલ્હી, 25 જુલાઈ (હિ.સ.) સૈફ અલી ખાનનો પુત્ર ઇબ્રાહિમ અલી ખાન આ દિવસોમાં તેની પહેલી ફિલ્મ ''સરઝમીન'' માટે સમાચારમાં છે. આ ફિલ્મમાં તેની સાથે કાજોલ મુખ્ય ભૂમિકામાં જોવા મળી રહી છે, જ્યારે સુપરસ્ટાર પૃથ્વીરાજ સુકુમારન
ફિલ્મ


નવી દિલ્હી, 25 જુલાઈ (હિ.સ.) સૈફ અલી ખાનનો પુત્ર ઇબ્રાહિમ અલી ખાન આ દિવસોમાં તેની

પહેલી ફિલ્મ 'સરઝમીન' માટે સમાચારમાં

છે. આ ફિલ્મમાં તેની સાથે કાજોલ મુખ્ય ભૂમિકામાં જોવા મળી રહી છે, જ્યારે સુપરસ્ટાર

પૃથ્વીરાજ સુકુમારન પણ આ મહત્વપૂર્ણ પ્રોજેક્ટનો ભાગ છે. 'સરઝમીન' આખરે 25 જુલાઈના રોજ

જિયો સિનેમા પર રિલીઝ થઈ ગઈ છે. રિલીઝના એક રાત પહેલા મુંબઈમાં ફિલ્મનું સ્પેશિયલ

સ્ક્રીનિંગ યોજાયું હતું,

જ્યાં ઇબ્રાહિમે

પોતાની સંવેદનશીલતા અને વર્તનથી બધાનું દિલ જીતી લીધું. હવે દરેક વ્યક્તિ પૂછી

રહ્યું છે કે, તેણે એવું શું

કર્યું જેણે બધાનું ધ્યાન ખેંચ્યું?

ઇબ્રાહિમ અલી ખાનનો એક હૃદયસ્પર્શી વીડિયો આજકાલ સોશિયલ

મીડિયા પર વધુને વધુ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં, તે એક ચાહક સાથે

સાંકેતિક ભાષામાં વાત કરતો જોઈ શકાય છે, જે ન તો સાંભળી શકે છે અને ન તો બોલી શકે

છે. ઇબ્રાહિમ ખૂબ જ સરળતાથી તે ચાહક સાથે હાવભાવમાં વાત કરે છે, પછી તેને ગળે

લગાવે છે અને સાથે ફોટો પણ ખેંચાવે છે.

તેની સંવેદનશીલતા અને નમ્રતા જોઈને, લોકો તેની ખૂબ પ્રશંસા

કરી રહ્યા છે. ચાહકો આ વીડિયો પર સતત ટિપ્પણી કરી રહ્યા છે અને કહી રહ્યા છે કે,”

ઇબ્રાહિમમાં માત્ર એક સારા અભિનેતાની જ નહીં પરંતુ એક સારા માણસની પણ ઝલક જોવા મળે

છે.”

હિન્દુસ્થાન સમાચાર / લોકેશ ચંદ્ર દુબે

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande