ધરમપુરના કાનુરબરડામાં સ્વસ્થ ગુજરાત અંતર્ગત આયુષ અવેરનેસ કાર્યક્રમ યોજાયો
વલસાડ, 28 જુલાઈ (હિ.સ.)-રાજ્ય સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા પ્રેરિત અને નિયામકશ્રી આયુષની કચેરી ગાંધીનગર દ્વારા સંચાલિત તથા વલસાડ જિલ્લા આયુર્વેદ અધિકારી ના માર્ગદર્શન હેઠળ ધરમપુર તાલુકાના કાનુરબરડા પ્રાથમિક શાળા ખાતે સરકારી હોમિયો
Valsad


વલસાડ, 28 જુલાઈ (હિ.સ.)-રાજ્ય સરકારના આરોગ્ય

અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા પ્રેરિત અને નિયામકશ્રી આયુષની કચેરી ગાંધીનગર દ્વારા

સંચાલિત તથા વલસાડ જિલ્લા આયુર્વેદ અધિકારી ના માર્ગદર્શન હેઠળ ધરમપુર

તાલુકાના કાનુરબરડા પ્રાથમિક શાળા ખાતે સરકારી હોમિયોપેથી દવાખાનુ, ધરમપુરના હોમીયોપેથીક મેડિકલ ઓફિસર ડૉ. કેતન આર વ્યાસ દ્વારા

આચાર્ય કલ્પેશ પટેલના સહયોગથી વર્ષાજન્ય રોગચાળો મેલેરિયા- ડેન્ગ્યુ,ચિકુનગુનીયા તથા પાડુંરોગને અટકાવવા માટે

લોકોમાં જનજાગૃતિ આવે તે માટે આયુષ અવેરનેસ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ડો. વ્યાસ

દ્વારા રાજ્ય સરકાર દ્વારા સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતામુક્ત ગુજરાત અભિયાન અને વર્ષાજન્ય રોગચાળા અંગે સાવચેતી રાખવા અંગે વ્યાખ્યાન

આપવામાં આવ્યું હતું. બાળકોને મેદસ્વિતાથી દૂર રહેવા માટે આહાર અને જીવનશૈલી અંગે

પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ અંતગર્ત આઇઇસી મટીરીયલ પત્રિકાનું વિતરણ કરવામાં

આવ્યુ હતુ અને રોગ સામે નિયંત્રણ અને રક્ષણ સંબંધિત વિસ્તૃત સમજ આપવામાં આવી હતી. આ

કાર્યક્રમનો મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ લાભ લીધો હતો.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande