આર્ય કન્યા ગુરુકુલ ખાતે જાહેરાત સ્પર્ધા યોજાઈ
પોરબંદર, 28 જુલાઈ (હિ.સ.) : આર્ય કન્યા ગુરુકુલ ગુજરાતી માધ્યમમાં ડૉ.રંજના મજીઠીયાના માર્ગદર્શન હેઠળ ધોરણ 9 થી 12ની બાળાઓની જાહેરાત બનાવી અને પ્રસ્તુત કરવાની સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધા ગ્રુપ અને વ્યક્તિગત એમ બે રીતે યોજવામાં આવી હ
આર્ય કન્યા ગુરુકુલ ખાતે જાહેરાત સ્પર્ધા યોજાઈ.


આર્ય કન્યા ગુરુકુલ ખાતે જાહેરાત સ્પર્ધા યોજાઈ.


આર્ય કન્યા ગુરુકુલ ખાતે જાહેરાત સ્પર્ધા યોજાઈ.


પોરબંદર, 28 જુલાઈ (હિ.સ.) : આર્ય કન્યા ગુરુકુલ ગુજરાતી માધ્યમમાં ડૉ.રંજના મજીઠીયાના માર્ગદર્શન હેઠળ ધોરણ 9 થી 12ની બાળાઓની જાહેરાત બનાવી અને પ્રસ્તુત કરવાની સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધા ગ્રુપ અને વ્યક્તિગત એમ બે રીતે યોજવામાં આવી હતી જેમાં 30 થી 60 સેકન્ડમાં એમણે જાહેરાત રજૂ કરવાની હતી આ સ્પર્ધામાં કુલ 57 દીકરીઓએ ભાગ લીધો હતો. જેમાં શાળા, ફર્નીચર, નારિયલ પાણી, સરગવાના શીંગ પાઉડર, કોફી, લાફ્ટર ક્લબ, ફેસમાસ્ક વગેરેની જાહેરાત દીકરીઓએ પ્રસ્તુત કરી હતી. દીકરીઓની અંદર રહેલી આંતર શક્તિનો વિકાસ થાય, સર્જનાત્મકતાનો વિકાસ થાય તથા આત્મવિશ્વાસ વધે એવા હેતુથી યોજાયેલ આ સ્પર્ધા ખૂબ સફળ રહી હતી. સ્પર્ધામાં જજની ભૂમિકા દિનાબેન મસાણી તથા વિભાબેન મોઢાએ ભજવી હતી.

સ્પર્ધકોમાંથી પ્રથમ, દ્વિતીય અને તૃતીય એમ ત્રણ વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા તથા વિજેતાઓને પુરસ્કાર અને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા. સમગ્ર આયોજનને સફળ બનાવવા સ્પર્ધા સમિતિના સભ્યો મોનિકાબેન મોઢા, અંજલીબેન પાટણેશા, નયનાબેન જોષી, પ્રિયંકાબેન બરિદૂન, અંકિતાબેન વડગામા, આયુષીબેન ગોહેલ તથા રવિનાબેન ઘેડીયા વગેરે શિક્ષિકા બહેનોએ જહેમત ઉઠાવી હતી. એમ આચાર્યા ડૉ.રંજના મજીઠીયાએ જણાવ્યું હતું.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande